Sihor

લવ જેહાદ સામે જંગે ચડેલ યુવા યુગ પરિવર્તનએ સિહોરમાં મહિલાઓ માટે ધ કેરેલા સ્ટોરી ફિલ્મ શો યોજયો

Published

on

દેવરાજ

ખાસ બહેનો માટે ‘ ધ કેરેલા સ્ટોરી ‘ ફિલ્મ નિહાળવાનું ખાસ આયોજન થયું, હજારોની સંખ્યામાં બહેનો ફિલ્મ નિહાળવા ઉમટી, બંધન પાર્ટી પ્લોટ ખીચોખીચ ભરાયો

સિહોરમાં યુવા યુગ પરિવર્તન દ્વારા લવ જેહાદ માટે જંગ છેડી છે એ અનુસંધાને ગઇકાલે સિહોરના બંધન પાર્ટીમાં હિન્દુ સમાજની હિન્દુ બહેનો દિકરીઓને ફ્રી માં ધ કેરેલા સ્ટોરી પિક્ચર દેખાડવામાં આવ્યું હતું. ધ કેરલા સ્ટોરી ફિલ્મને સમગ્ર દેશમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે . ત્યારે ગુજરાતમાં પણ હવે આ ફિલ્મને લઇને નેતાઓ અને અલગ અલગ સમાજના આગેવાનો પણ આમાં શામેલ થયા છે.

Youth Yug Parivan Ward Against Love Jihad Organizes The Kerala Story Film Show for Women in Sehore

કેટલીક જગ્યા એ ખાસ ઓફર રાખવામાં આવી છે તો ક્યાંક ફિલ્મ જોવા માટે ની શુલ્ક વ્યવસ્થા કરાઇ છે ત્યારે સિહોરમાં યુવા યુગ પરિવર્તન દ્વારા ધ કેરેલા સ્ટોરી ફિલ્મ બ્રાહ્મણ બહેનો નિ : શુલ્ક જોઈ શકે તેવું આયોજન કરાયું છે જેમા હજારો બહેનો એ એક સાથે આ ફ઼િલ્મ નિહાળી છે.

Youth Yug Parivan Ward Against Love Jihad Organizes The Kerala Story Film Show for Women in Sehore

આ કાર્યક્રમ અંગે જણાવતા યુવા યુગ પરિવર્તનના મલય રામાનુજ એ જણાવેલ કે પ્રેમ જેવા પવિત્ર સંબંધના નામે દીકરીઓનુ બ્રેઇન વોશ કરી એને ભરમાવી વિદેશ મોકલવી કે ધર્મ પરિવર્તન કરાવવુ ખરેખર દુર્ભાગ્ય પુર્ણ ગણાય આના માટે થી સરકાર કઠોર કાયદો લાવે એ જરૂરી છે, આવા અમુક ટકા લોકો ના કારણે આખો ધર્મ બદનામ થઈ રહ્યો છે, આ ફિલ્મ જોવા માટે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ લંગાળીયા, શંખનાદ સંચાલક મિલન કુવાડિયા, બંધન પાર્ટી પ્લોટના માલિક મનુભાઈ ચાવડા, સહિતના ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા યુવા યુગ પરિવર્તન ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

Advertisement

Exit mobile version