Jesar

જેસર ગામે રૂા.2000 ની ઉઘરાણીમાં યુવાનની હત્યા : ઘરે પારણું બંધાવા તૈયારી હતી

Published

on

Pvaar

બે સગા ભાઇ પર છ શખ્સોનો છરી, ડીસમીસ વડે ખૂની હુમલો : એકની હાલત ગંભીર : આરોપીઓની ધરપકડ

જેસર ગામે માત્ર 2 હજાર રૂપીયાની ઊઘરાણી કરી છ શખ્સોએ બે સગા ભાઇઓને ગાળો આપી, છરી, ડીસમીસ વડે ગંભીર ઇજા કરી નાસી છુટ્યા બાદ એક સારવારમાં એક યુવકનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. જ્યારે એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. જાણવા મળતી મુજબ જેસર ગામે રહેતા મયુરભાઇ મંગાભાઇ બારૈયાએ જેસર પોલીસમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે ગણેશ મહોત્સવમાં તેના કુટુંબી કાકા વિક્રમભાઇ બારૈયાએ 2000 રૂપીયા તુષાર લીંબાભાઇ પરમાર પાસેથી ઉછીના લીધા હતા જેમાં અવાર નવાર ઉઘરાણી બાબતે ડખ્ખો ચાલતો હોય જે બે હજાર રૂપીયા આ સાતમ – આઠમમાં ચુકવવાનો વાયદો વિક્રમભાઇએ આપ્યો હોવા છતાં તુષાર લીંબાભાઇ પરમાર, લીંબા બાલાભાઇ પરમાર, કૃણાલ ભરતભાઇ પરમાર, ભરત ઉર્ફે ભોથા બાલાભાઇ પરમાર, મુન્ના બીજલભાઇ પરમાર, જયસુખ બાલાભાઇ પરમાર સહિતાનાએ વિક્રમભાઇ તેમજ તેના નાના ભાઇ નરેશભાઇ ઉર્ફે નાનજીભાઇ બારૈયાને પૈસાની ઉઘરાણી બાબતે જેસરના ત્રણ ખુણીયે બોલાવી, બે હજાર રૂપીયાની પઠાણી ઉઘરાણી કરી હતી.

Youth killed in Jessar village for extorting Rs.

જો પૈસા ન આપવા હોય તો વિક્રમભાઇ પાસેથી તેનું એક્ટીવા પડાવી લેવાની વાત કરતા વિક્રમભાઇએ તેનું એક્ટિવા આપવાની ના પાડતા જ છ શખ્સોએ ગાળો આપી, જાહેરમાં છરી, ડિસમીસ, ધોકા, લોખંડના સળિયા વડે બંન્ને ભાઇઓ ઉપર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા કરી નાસી છુટ્યા હતા. બાદમાં ગંભીર હાલતે નરેશભાઇ બારૈયા તેમજ વિક્રમભાઇ બારૈયાને જેસર હોસ્પિટલ તેમજ વધુ સારવાર માટે મહુવા ખાતે ખસેડાતા જ્યાં ટુંકી સારવામાં નરેશભાઇ ઉર્ફે નાનજીભાઇનું મોત નિપજતા સમગ્ર બનાવ હત્યામાં પલટાયો હતો. જ્યારે વિક્રમભાઇની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક નરેશભાઇને પી.એમ. માટે ભાવનગર સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં તેના ભત્રીજા મયુરભાઇએ લીંબા પરમાર, ભરત ઉર્ફે ભોથા પરમાર, કૃણાલ પરમાર, મુન્ના પરમાર, તુષાર પરમાર, જયસુખ પરમાર વિરુદ્ધ જેસર પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આ ઘટનાના તમામ છ આરોપીને ઝડપી લીધા હતા. મૃતક નરેશભાઇના પત્નિ હાલ ગર્ભવતી છે છ શખ્સોએ બે સગા ભાઇઓ ઉપર જીવલેણ હુમલો કરી નરેશભાઇ ઉર્ફે નાનજીભાઇનું મોત નિપજાવ્યું હતું. નરેશભાઇના ઘરે આવતા મહિને પારણું બંધાવવાનું હતું. જ્યારે તે બાળકના પિતા બને તે પહેલા જ તેમની હત્યા થતાં પરિવારજનોમાં શોક ની લાગણી ફેલાઈ જવા પામી છે.

Advertisement

Trending

Exit mobile version