Bhavnagar
યોગથી તન મન તંદુરસ્ત બને છે યોગથી આત્મબળ વધે છે અને બુધ્ધિનો વિકાસ થાય છે – એચ આર જોષી
કુવાડિયા
વિશ્વ યોગ દિન નિમિતે ભારત દેશ સહિત દુનિયાના કરોડો લોકો એક સાથે યોગમાં ઉત્સાહભેર જોડાયા છે. જે ખરેખર ઐતિહાસિક પળ છે.તેવું સર્વોત્તમ ડેરીના માન. મેનેજિંગ ડિરેકટરશ્રી એચ.આર.જોષીએ કહ્યું હતું. સમગ્ર વિશ્વમાં તા. ૨૧ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અન્વયે સર્વોત્તમ ડેરીના માન. મેનેજિંગ ડિરેકટરશ્રી એચ.આર.જોષીના માર્ગદર્શન હેઠળ શ્રી ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.(સર્વોત્તમ ડેરી)ના સંકુલમાં યોગ દિવસ કાર્યક્રમ રાખવામાં આવેલ. આ કાર્યક્રમમાં સર્વોત્તમ ડેરીના અધિકારીઓ તેમજ ડેરીના કર્મચારીઓ બહોળી સંખ્યામાં હાજર રહેલ.
આ કાર્યક્રમમાં “ૐ” ધ્વનિ મંત્ર, પ્રાણાયામ વિવિધ પ્રકારના યોગાસનો, યોગની અલગ અલગ સરતો તેમજ સૂર્ય નમસ્કાર કરાવવામાં આવેલ. નિયમિત યોગ કરવાથી ગંભીર પ્રકારની બીમારીઓ ઉપર કાબુ મેળવી શકાય છે. આપણું તન, મન તેમજ સ્વાસ્થ્ય સારૂ રહે છે. યોગએ ભારતીય સંસ્કૃતિએ આપેલી અમૂલ્ય ભેટ છે અને ભારત દેશે સંપૂર્ણ વિશ્વને આપેલી દેન છે તો આપણે આ સંસ્કૃતિના ભાગ રૂપે દૈનિક સ્વરૂપે યોગ કરવા જ જોઇએ. સર્વોત્તમ ડેરીના માન. મેનેજિંગ ડિરેક્ટરશ્રી એચ.આર.જોષીએ આજના આંતરરાષ્ટ્રિય યોગ દિવસ નિમિત્તે યોગા કરવા બદલ દરેકને શુભેચ્છા પાઠવેલ. બદલાયેલી જીવનશૈલીમાં યોગને જીવનનો એક ભાગ બનાવવાથી માનસીક અને શારીરીક તંદુરસ્તી જળવાઇ રહે છે. તેમજ નિરોગી જીવન જીવી શકાય આ માટે તેની કાયમી પ્રેકટીસ કરવી જોઇએ. આમ જિલ્લા કક્ષાની સહકારી સંસ્થા સર્વોત્તમ ડેરી ધ્વારા છેલ્લા.