Bhavnagar

શિયાળાની શરૂઆત સાથે શાકભાજીની ધુમ આવકો શરૂ, ભાવ ઘટતા મોટી રાહત

Published

on

દેવરાજ

  • આસમાને પહોંચેલા ભાવ હવે તળિયે આવ્યા, ગરીબ મધ્યમવર્ગ માટે હવે બે ટાઇમ શાકભાજી ખાવું શક્ય બનશે

શિયાળાની ફુલગુલાબી ઠંડી સિહોર સહિત જિલ્લાના શાક માર્કેટમાં સ્થાનિક કક્ષાએથી લીલા શાકભાજીની આવક વધતા ભાવોમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા બે માસથી શહેર સહિત જિલ્લાના શાક માર્કેટોમાં રોજબરોજ ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવો આસમાને પહોંચતા ગૃહિણીઓની મુશ્કેલીઓ વધવા પામી હતી. ત્યારે શાકભાજીના ભાવોમાં ઘટાડો થતા ગૃહિણીઓએ હાશકારો અનુભવ્યો છે. શિયાળાની જમાવટ થતા રવિ સીઝનમાં થતા લીલા શાકભાજીની આવક બજારમાં શરૂ થઈ ગઈ છે.

શાકભાજીની આવક વધતા મોટાભાગના શાકભાજીના ભાવો નીચે ગયા છે. જેને લઈ ગૃહિણીઓએ રાહત અનુભવી છે. શિયાળાની સિઝન પૂર્વે શાકભાજીના ભાવો આસમાને રહેતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું હતું અને રસોઈમાં શું બનાવવું તે અંગે દ્વિધા અનુભવતી હતી હાલ ભાવો ઘટતા ગૃહિણીઓ દ્વારા લીલા શાકભાજીની ધૂમ ખરીદી કરવામાં આવી રહી છે શિયાળાની ઋતુમાં ખેડૂતો દ્વારા લીલા શાકભાજીનું ઉત્પાદન વધુ કરવામાં આવતું હોઈ હાલ સ્થાનિક કક્ષાએથી બજારોમાં શાકભાજીની આવક વધતા શાકભાજીના ભાવ નીચા ગયા છે. લીલા શાકભાજીના ભાવો ઘટતા ગૃહિણીઓએ રાહત અનુભવવા સાથે ગુજરાતી થાળીમાં વિવિધ વાનગીઓ પીરસવામાં રાહત થઈ છે.

Trending

Exit mobile version