Bhavnagar

વિજયના પ્રચંડ વિશ્વાસ સાથે જીતુ વાઘાણીએ જંગી સભા યોજી સમર્થકો સાથે ભર્યું ઉમેદવારી ફોર્મ.

Published

on

મિલન કુવાડિયા

ભાવનગર પશ્ચિમ વિસ્તારમાં જીતુ વાઘાણીએ ભર્યું ઉમેદવારી ફોર્મ : ઉમેદવારી કરતા પહેલા યોજી ભવ્ય સભા : સભામાં સંતો મહંતો-ઉદ્યોગપતિઓની ખાસ ઉપસ્થિતિ : લોકોના આશીર્વાદ ભાજપની સાથે છે અને ભાજપ નો વિકાસ તેનું મુખ્ય પરિબળ બની રહશે.

આજે ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીએ પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભરતા પૂર્વે જીતુ વાઘાણીએ ચિત્રા વિસ્તાર માં ભવ્ય સભા યોજી હતી. આ સભામાં સંતો મહંતો-ઉદ્યોગપતિઓ-મેયર-શહેર ભાજપ પ્રમુખ-સંગઠનના હોદેદ્દારો-સમર્થકો સહીતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જીતુ વાઘાણીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ગત ચુંટણી કરતા વધુ લીડથી વિજેતા બને તે દિશામાં કાર્યકરોને કામગીરી કરવા અપીલ કરી હતી. રાજ્યમાં વિધાનસભા ચુંટણીમાં ભાજપે પ્રથમ યાદીમાં ૧૬૦ નામોની જાહેરાત બાદ આજે ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણી કે જેમને પક્ષ દ્વારા ચોથી વાર ટીકીટ આપવામાં આવી છે ત્યારે આજે તેઓએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

With great confidence of victory, Jitu Vaghani held a mass meeting and filled the nomination form with the supporters.

ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ભાવનગર પશ્ચિમ મતવિસ્તારમાં તેમને એક જંગી જાહેર સભા યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં સંતો મહંતો-સાંસદ-મેયર-શહેર ભાજપ પ્રમુખ-સંગઠનના હોદ્દેદારો-ઉદ્યોગપતિઓ -સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જીતુ વાઘાણીને ફરી ટીકીટ આપતા કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને આગામી ચુંટણીમાં જીતુ વાઘાણી ગત ચુંટણી કરતા વધુ લીડથી જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી. જયારે જીતુ વાઘાણીએ કહ્યું હતું કે ગત વર્ષોમાં તેમના મતવિસ્તારના એવા વિસ્તારો કે જે ભૂતકાળમાં સાવ પછાત અને સુવીધાવીહીન હતા તેને સુવિધા સભર બનાવાયા છે અને પાયાની સુવિધાઓ પરિપૂર્ણ કરી છે તેમના આશીર્વાદ જ તેમને આવા કાર્યો અને આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવા નું મુખ્ય કારણ બની રહ્યા છે.ઉપરાંત નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ જે પ્રમાણે દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે ત્યારે આગામી ચુંટણીમાં ફરી ભાજપ ગત ચુંટણી કરતા વધુ બેઠકો મેળવી સાતમી વાર સત્તા સ્થાને આવશે તેવી આશા વ્યક્ત કરી હતી.ત્યારબાદ જીતુ વાઘાણી તેના સમર્થકો સાથે મહાનગરપાલિકા પહોચ્યા હતા અને ડે. કલેકટર ઓફિસમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.

Advertisement

Exit mobile version