Sihor

સિહોર તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૬ એપ્રિલના રોજ યોજાશે

Published

on

પવાર

આપના સરકારી કામો અટકતા હોય અને અધિકારીઓ ગાંઠતા ન હોય તો અહીં રજુઆત કરી શકો છો – નિવારણ ઝડપી આવશે

સિહોર તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૬/૦૪/૨૦૨૩ ને બુધવારના રોજ સવારના ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, શિહોર ખાતે પ્રાંત અધિકારી, સીહોરના અધ્યક્ષ સ્થાને યોજાનાર છે. આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નોની લેખીત રજુઆત અરજદારએ તા. ૧૫/૦૪/૨૦૨૩ સુધીમાં મામલતદાર કચેરી, સીહોર ખાતે મોકલી આપવાની રહેશે. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતાં પહેલા કોઇ પણ અરજદારે ગ્રામ્ય કક્ષાએ પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી – કમ – મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલી હોવી જોઇએ અને તેનો નિકાલ થયો ન હોય તો જ અરજી કરી શકાશે.

Welcome Grievance Redressal Program of Sihore Taluk will be held on April 26

તાલુકા કક્ષાએ પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઇએ અને તેનો નિકાલ થયેલ ન હોય તો અરજી કરી શકશે. આ કાર્યક્રમમાં રજૂ થતાં પ્રશ્નો ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નો હોવા જોઇએ. આ કાર્યક્રમમાં અરજદાર પોતે રૂબરૂ પોતાના પ્રશ્નોના જરૂરી આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે. આધાર વગરની અરજી ન હોવી જોઇએ. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામૂહિક બાબતની રજુઆત કરી શકાશે નહી. આ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા નીતી વિષયક બાબતો સિવાયની અરજીઓ સ્વીકારવામાં આવશે.

Advertisement

Exit mobile version