Talaja
સંસ્કાર વગરની સંપત્તિ એ વિપત્તિનું કારણ બને છે: સંત શ્રી સીતારામ બાપુ
પવાર
દરરોજ હજારો ભાવિકો ભક્તિ ભોજન પ્રસાદનો આનંદ મેળવે છે
તળાજા તાલુકાના ઈસોરા ગામે ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથાના ચોથા દિવસે કથાના વ્યાસ આસન પરથી પૂજ્ય સીતારામ બાપુ આજની કથામાં વામન પ્રાગટ્ય અને નુંસિંહ પ્રાગટ્ય ની કથા વર્ણવી શ્રોતાઓને બ્રહ્મતત્વ અને અધ્યાત્મ વિશે બોધ આપેલ. ભગવાન કોઈ કાર્ય કારણથી ધરતી પર આવે તે પ્રાગટ્ય અને ધર્મને ટકાવવા જન્મ લે તે અવતાર છે. નિષ્કામ ભક્તિ હોય ત્યારે ભાવથી ભગવાન રીઝે છે. વામન એ સંતુષ્ટિનું ઉદાહરણ છે. બલીએ પોતાનું સર્વસ્વ સમર્પણ કર્યું તો ઈશ્વરે તેને પાતાળલોક આપ્યું છે. એમ આપણે પણ પ્રભુનું છે બધું માની બધું એને અર્પણ કરીએ.સત્ય નું પાલન કરનાર નો અંગે અસત્ય પર વિજય થાય છે. વિશ્વંભર શબ્દ નો અર્થ સમજાવતા બાપુએ કહ્યું હતુંકે વિશ્વનુ ભલું કરનાર ને વિશ્વંભર કહેવાય છે. બાપુ એ નવધા ભક્તિ ના પ્રકાર ગણાવ્યા હતા.
જેમાં પરમાત્મા ની લીલા સાંભળવી,કીર્તન ભક્તિ, શ્રવણ ભક્તિ, સ્મરણ ભક્તિ,પાદ સેવન,વંદન ભક્તિ,દાસ્ય ભક્તિ,ભાવ અને મિત્ર ભક્તિ નું વર્ણન નામ સાથે કરેલ. પ્રહલાદ ના પ્રસંગ ને વર્ણવતા મદ પિવરાવેલ હાથી પણ પ્રેમ કરવા લાગે છે.તે પ્રેમ લક્ષણા ભક્તિ છે.પુત્ર ના પણ ત્રણ પ્રકાર કહ્યા હતા. શત્રુ પુત્ર,મિત્ર પુત્ર અને સેવક પુત્ર.માનવી નિર્ગુણ ભક્તિ મા લીન થાય છે ત્યારે પાગલ જેવો લાગે છે.જેની પાસે ભગવાન રામનું સ્મરણ છે તેને કામ દેખાતો નથી.આજનીકથામાં સદગુરુ આશ્રમ. કાળીયાબીડના પૂજય વિશાલદાસ બાપુ અને શિવ શક્તિ સદગુરુ આશ્રમના પૂજ્ય કમલેશ્વર આનંદજી બાપુ ખાસ પધાર્યા હતા. વિશાળ જનમેદનીને પૂ.બાપૂ સસંગીત ભાગવત જ્ઞાન સુધાનું પાન કરાવી રહ્યા છે. કથાના સંચાલનનું કાર્ય બી.જે. દિક્ષીત સંભાળી રહ્યા છે.