Sihor
સિહોર સ્વામિનારાયણ ગુરુકુળ પટેલ ફાર્મ વિસ્તારમાં પાણીની રામાયણ – મહિલાઓનો નગરપાલિકા ખાતે હલ્લાબોલ
દેવરાજ
- છેલ્લા એક માસથી પાણી નહિ મળ્યાનો મીડિયા સમક્ષ બળાપો, પાણી માટે લોકોની સ્થિતિ કફોડી
વર્ષો સુધી પાણીની સમસ્યાનો સામનો કરતી સિહોરની પ્રજા ચુંટણી સમયે નેતાઓના વાયદાઓ માં આવી જઈ મતદાન કરતી પરંતુ ચુંટણી પૂર્ણ થતા તું કોણ અને હું કોણ ની જેવી સ્થિતિ બની જતી.જેને લઇ સિહોરની પ્રજાએ સ્થાનિક તંત્ર-ધારાસભ્ય-સાંસદ સહિતના લોકોને આ મામલે રજૂઆત કર્યા બાદ પણ આજદિન સુધી પરિસ્થિતિ સુધારવાને બદલે કથળી છે અને આજે સિહોરની જનતાને ૧૫ દિવસે એકવાર પીવાનું પાણી મળે છે ત્યારે આજે સિહોર સ્વામિનારાયણ ગુરુકુળ પટેલ ફાર્મ વિસ્તારની મહિલાઓ પાલિકા પોહચી હતી અને પાણી આપો-પાણી આપો ની માંગ સાથે સુત્રોચ્ચાર કરી નગરપાલિકા સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
આ મહિલાઓએ ભારે રોષ સાથે જણાવ્યું કે એક મહિનાથી પાણી આવ્યું નથી નગરપાલિકા તંત્ર સામે મહિલાઓએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી નગરપાલિકા તંત્રની અણાવડત ને કારણે સિહોરની પ્રજાને પાણી માટે વલખા મારવા પડે છે. સિહોરમાં મહિનાથી દરેક વિસ્તારમાં પાણી વિતરણ પુરવઠો ખોરવાય જતા પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ ગેરવ્યવસ્થા ઉભી થતા તંત્રની પણ અણઆવડત ઉડી ને સામે આવી ગઇ હતી. સમગ્ર શહેરમાં પાણી ને મામલે મહિલાઓ કાળઝાળ બની છે. નગરપાલિકા માં ઘેરાવો સાથે મહિલાઓ ઘસી આવી હતી મહિલાઓ એ મીડિયા સમક્ષ પોતાની હૈયા વરાળ ઠાલવી ને પાણી વગરની તેમની કપરી પરિસ્થિતિની દુઃખદ કહાની વર્ણવી હતી. આ પાણી વગરના એક મહિનો જો કોઈ સતાધીશના ઘરની મહિલાઓ ઉપર વીત્યા હોય તો તેમને આ પીડાનું ભાન થાય