Gujarat

કોંગ્રેસના વિશ્વનાથસિંહ વાઘેલા પાટીલ ની હાજરીમાં આજે કેસરિયા કરશે

Published

on

ગઇકાલે ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપનાર વિશ્વનાથસિંહ વાઘેલા આજે કેસરિયો ધારણ કરશે એટલે કે ભાજપમાં જોડાશે. તેઓએ CR પાટીલ અને હર્ષ સંઘવી સાથે મુલાકાત પણ કરી હતી. દરમ્યાન અનુરાગ ઠાકુર અને પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા પણ હાજર રહ્યાં હતા.

વિશ્વનાથસિંહ વાઘેલાએ ગાંધી-નેહરુ પરિવાર પર આક્ષેપ લગાવતા કહ્યું કે, ‘હું પ્રદેશ પ્રમુખ પદેથી મારું રાજીનામું આપી રહ્યો છું. કોંગ્રેસના સનિયર નેતાઓના આંતરિક જુથવાદનો હું ભોગ બન્યો. મને કામ કરવામાં અડચણો ઉભી કરવામાં આવતી. કોંગ્રેસ સંગઠનને નિષ્ફળ બનાવવા કાવતરા કરાયા. કોંગ્રેસ પક્ષ ચાપલુસોથી ઘેરાયેલો છે. કોંગ્રેસમાં યુવાનનો દુરુપયોગ જ થાય છે. યુવાનો કોંગ્રેસ પક્ષમાં દેશનું ભવિષ્ય નથી જોતા. કોંગ્રેસ પક્ષ એકપણ રીતે યોગ્ય નથી લાગતો. યુવાનો કોંગ્રેસમાં સમય વેડફી રહ્યાં છે. આંતરિક જૂથવાદથી પક્ષમાં દુશ્મનો ઉભા થાય છે. દેશની સત્તા માટે જનતાએ કોંગ્રેસને ખૂબ તકો આપી. કોંગ્રેસ પોતોના જ કાર્યકરોને શંકાની નજરે જુએ છે. કોંગ્રેસમાં વડીલો કે યુવાનોને સન્માન નથી મળતું. કોંગ્રેસે ભારત જોડવા અત્યાર સુધીમાં શું કર્યું? ભારત જોડો યાત્રા કરતા કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈએ.’

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ સર્જાતી રહે છે. ત્યારે ગઇકાલે રાહુલ ગાંધીના પ્રવાસ પહેલા જ ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ વાઘેલાએ રાજીનામું આપી દેતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. જોકે વિશ્વનાથસિંહના રાજીનામા બાદ તાત્કાલિક ધોરણે પ્રદેશ યુથ કોંગ્રેસના નવા પ્રમુખની નિમણૂંક કરી દેવાઇ હતી. ગઇકાલે ગુજરાત યુથ કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે હરપાલસિંહ ચુડાસમાની નિમણૂંક કરી દેવાઇ હતી. નોંધનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ઈન્દ્રવિજયસિંહ ગોહિલ સાથે વિશ્વનાથ વાઘેલાનો આંતરિક કકળાટ ચાલતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version