Vallabhipur

વલ્લભીપુર પોલીસએ ટ્રકમાંથી પોશ ડોડાના કોથળે-કોથળા ઝડપ્યા ; બે ગિરફ્તાર

Published

on

પવાર

  • હાઇવે પર પોશ ડોડા ભરેલા ટ્રક સાથે બે શખ્સો ઝડપાયા, પોલીસે પોશ ડોડા, ટ્રક,મોબાઈલ,બાયો કોલનો જથ્થો મળી કુલ રૂપિયા ૧૬,૬૦,૩૦૦ નાં મુદ્દામાલ કબ્જે કર્યો

ગુજરાતમાં માત્ર દારૂબંધી જ નહીં પણ અન્ય નશીલા પદાર્થ પર પણ પ્રતિબંધ છે. તેમ છતાં અવાર-નવાર ડ્રગ્સ, ગેરકાયદે કફસિપર, નશાની દવાઓ, ચરસ, ગાંજો સહિત અનેક નશીલા પદાર્થની હેરાફેરી થતાં હોવાના અગાઉ કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ત્યારે આજે વલ્લભીપુર પોલીસની સતર્કતાના કારણે લાખો રૂપિયાનો નશીલા પદાર્થ પોલીસના હાથે ઝડપાય ચૂક્યો છે. પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. વલ્લભીપુર હાઇવે ઉપર આવેલ લાખણકાના ઢાળ પાસે રોડ પર પાર્ક કરવામાં આવેલા ટ્રક માથી બાયો કોલ નીચે છુપાવેલા પોશ ડોડા સાથે બે પરપ્રાંતીય શખ્સોને વલ્ભીપુર પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

vallabhipur-police-seized-bags-of-posh-doda-from-the-truck-two-arrests

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વલ્ભીપુર પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સ્પેકટર પી.ડી.ઝાલા તથા સ્ટાફ વલ્ભીપુર વિસ્તારમાં એન.ડી.પી.એસ. એકટ હેઠળની પ્રવૃતિ કરતા શખ્સો બાબતે સોર્સ ડેવલપ કરી કરાવતા બાતમી મળતા તુરત જ વલ્લભીપુર બરવાળા હાઇવે ઉપર આવેલ લાખણકાના ઢાળ પાસે વોચ ગોઠવી ત્યારે ટ્રક નંબર RJ 03 GA 2441 રોડ પર પાર્ક કરેલ હોય ટ્રકની તલાશી લેતા બાયો કોલની આડમાં ટ્રકમાં માદક પદાર્થ (પોશ ડોડા)નો જથ્થો મળી આવતા પોલીસે ડ્રાઇવર શ્યામદાસ ગોપાલદાસ વૈરાગી (પંડીત) અને કલીનર વિશાલ રમેશલાલ રાવ (ભાટ) ને પોશ ડોડા વજન ૩૮૬ કિલો ૧૨ ગ્રામ, ટ્રક,મોબાઇલ,બાયો કોલનો જથ્થો મળી કુલ રૂપિયા ૧૬,૬૦,૩૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ને પોશ ડોડાનો જથ્થો કઈ જગ્યાએ અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.

Exit mobile version