Bhavnagar
ભાવનગરના સિંચાઇ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરની હનુમાન જન્મોત્સવની અનોખી હનુમાનભક્તિ
પવાર
હનુમાનજી મહારાજ ને ૫૦૮ આંકડા પુષ્પોની માળા બનાવી ભગવાન હનુમાનજીને અર્પણ કરી
ભાવનગરના સિંચાઈ વિભાગમાં કાર્યરત એવાં નાયબ કાર્યપાલક ઇજનેર જીગ્નેશ જોશી એક કુશળ ઇજનેર હોવાં સાથે અનોખાં અને આગવા હનુમાન ભક્ત પણ છે. સામાન્ય રીતે હનુમાન જન્મોત્સવ માં ભગવાન હનુમાનજીને પ્રસન્ન કરવાં માટે લોકો વિવિધ રીતે હનુમાન ભક્તિ કરતાં હોય છે. તે જ રીતે જીગ્નેશ જોશીએ પણ આ વર્ષે હનુમાન જન્મોત્સવએ ભગવાન હનુમાનજીનો મહિમા કરતાં ૫૦૮ આંકડાના પુષ્પોની માળા બનાવીને ભગવાન હનુમાનજીને અર્પણ કરી હતી.ઈજનેર જોશી ના જણાવ્યા મુજબ હનુમાન જન્મોત્સવ ના આગલા દિવસે કષ્ટભંજન હનુમાનજી દાદા ની સૌથી મોટી મૂર્તિનું લોકાર્પણ સારંગપુર ખાતે થવાનું હતું તે પ્રતિમાને ધ્યાન રાખી તેને પેહરાવી શકાય તેવી આંકડા માળા હનુમાનજી દાદાને અર્પણ કરવાનો સંકલ્પ હતો જે તેમને શ્રી રામજી મંદિર હનુમાનજી દાદાને હાર પેહરાવી પૂર્ણ કરેલ છે