Sihor

સિહોર નગરપાલિકા પૂર્વ પ્રમુખ ઉમેશ મકવાણાએ પોતાના જન્મ દિવસે 1200 જેટલા બાળકોને ભોજન કરાવ્યું

Published

on

માણસ જ્યારે નેતા બને છે ત્યારે પોતાનામાં અભિમાન છલકાતું હોઈ છે આ પ્રકારના અસંખ્ય નેતાઓ આગેવાનોને આ લખનારે જોયા છે પરંતુ જેમાંથી ઉમેશ મકવાણાને બાકાત રાખવા પડે, ઉમેશ મકવાણા નગરપાલિકાના નગરસેવક થી રાજકારણની કારકિર્દી શરૂ કરી નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે તેમજ જિલ્લા ભાજપના મહામંત્રી સાથે જિલ્લા કોળી સમાજમાં પણ ખૂબ મોટી નામના છે

umesh-makwana-former-president-of-sihore-municipality-fed-1200-children-on-his-birthday

છતાં આજે પણ ઉમેશ મકવાણા જમીની સ્તરના આગેવાન ગણાય છે ઉમેશ મકવાણાનો આજે જન્મદિવસ હતો જે નિમિત્તે સિહોર શહેરની પ્રાથમિક શાળા ૧૨૦૦ થી વધુ બાળકો ને ભોજન કરાવવામાં આવ્યું હતું અને બાળકો સાથે કેક કાપી જન્મદિવસ ઉજવણી બાળકોની વચ્ચે પોતાના જન્મ દિવસની ઉજવણી કરી હતી

umesh-makwana-former-president-of-sihore-municipality-fed-1200-children-on-his-birthday

અહીં કાળુભાઇ ભગત, પૂર્વ પ્રમુખ કાળુભાઇ ચૌહાણ, હીતેશ મલુકા, ધર્મેન્દ્ર ચાવડા, પારસ ગોહિલ, મિલન બારૈયા, આનંદ રાણા, ઉપેન્દ્ર ડોડીયા, ધીરુભાઈ ડાભી. અનિલભાઈ મકવાણા, દીપક પાઠક, રમેશ માળી, લવજીભાઈ ખસિયા, મીતેશ બામણીયા, હરીશ પવાર, કેશુભાઈ સોલંકી, અનિલભાઈ મકવાણા સાગવાડી, સંજયભાઈ રાઠોડ, વિક્રમ બારૈયા, જીગરભાઈ મકવાણા દીપકભાઈ પાઠક તથા શાળાના પ્રિન્સિપાલ અને સ્ટાફ ઉપસ્થિત રહી જન્મ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યો હતા

Trending

Exit mobile version