Gariadhar

ગારીયાધાર માંથી ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા

Published

on

પવાર

  • પેરોલ ફર્લો સ્કવોડએ મોબાઈલ રોકડ મલી કુલ રૂ.૪૭,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે લીધો

ગારીયાધારમાં ક્રિકેટ સટ્ટાનો ઓનલાઇન જુગાર રમતાં બે શખ્સોને લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડએ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત મુજબ એલ.સી.બી.પેરોલ ફર્લો સ્કવોડનાં સ્ટાફ ગારીયાધાર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ગારીયાધાર,માળી સોડા ઝોન નામની દુકાન પાસે ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમી-રમાડતાં હોવાની માહિતી આધારે રેઇડ કરતાં તૌશીફભાઇ કરીમભાઇ પઠાણ ઉ.વ.૩૩ સોહરાબભાઇ અલીભાઇ શમા ઉ.વ.૩૯ ને ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતા મોબાઈલ રોકડા રૂપિયા મળી કુલ રૂ ૪૭,૦૦૦ નાં  મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Exit mobile version