Bhavnagar

ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં રખડતા ઢોરના કારણે બે લોકોના મોત થતા અરેરાટી, લોકોમાં ભારે રોષ

Published

on

દેવરાજ

  • નિર્દોષોના મોતનો સિલસિલો ક્યારે અટકશે

સિહોર શહેર અને જિલ્લામાં રખડતા ઢોરનો ત્રાસ યતાવત છે. રખડાતા ઢોરે અનેક લોકો જીવ લીધો હોવા છતા તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. આજે એક જ દિવસમાં રખડતા ઢોરે બે લોકોનો ભોગ લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સિહોર શહેર અને જિલ્લામાં રખડતા ઢોરનો ત્રાસ યતાવત છે. રખડાતા ઢોરે અનેક લોકો જીવ લીધો હોવા છતા તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. આજે એક જ દિવસમાં રખડતા ઢોરે બે લોકોનો ભોગ લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્રની કાર્યવાહી સામે સવાલો ઉઠી રહ્યા છે.આંબલા ગામે આખલાએ યુવકને લીધો અડફેટ લેતા રખડતા ઢોરના કારણે વધુ એક યુવાનનો જીવ ગયો છે. સિહોર તાલુકાના આબલા ગામે આખલાએ યુવકને અડફેટે લીધો હતો.

Two people died due to stray cattle in Bhavnagar district in the last 24 hours, people are very angry

યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન યુવકે દમ તોડ્યો હતો. મૃતક યુવક જગદીશભાઈ ડાભી પોતાનું બાઈક લઈને સિહોર તરફ જઈ રહ્યા હતા એ દરમિયાન આખલાએ અડફેટે લીધા હતા. ભાવનગર જિલ્લામાં રખડતા આખલાના કારણે થઈ રહેલ મોતનો સિલસીલો ક્યારે અટકશે તે કહેવું મુશ્કેલ છે. તો બીજી તરફ ભાવનગર શહેરમાં વધુ એક આધેડનું રખડતા ઢોરના કારણે મોત થયું છે. શહેરના ટોપ થ્રી સર્કલ પાસે ચાલીને જઈ રહ્યા હતા એ દરમિયાન રખડતા ઢોરે અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી. જેને 108 દ્વારા સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતક આધેડનું નામ બાબુભાઈ વાઘેલા હતું અને તેઓ 70 વર્ષના હતા. ભાવનગર શહેર અને જિલ્લામાં 24 કલાકમાં રખડતા ઢોરના કારણે બે લોકોના મોત થતાં તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે. પ્રત્યેક વ્યક્તિને સલામતીની ચિંતા સતાવી રહી છે.

Exit mobile version