Sihor

પથ્થરો ઘસવાની મજૂરી કરનાર બે શખ્સોએ પાલીતાણા અને દાઠા જૈન દેરાસરોમાં ધાડ પાડી ; બન્ને પોલીસની હિરાસતમાં

Published

on

ઓન ધ સ્પોટ મિલન કુવાડિયા
રાત્રીના 9/50

  • સિહોરના સોનગઢ નજીકથી એલસીબીએ બન્નેને દબોચી લીધા, કાર અને રોકડ સાથે 6.30 લાખનો મુદ્દામાલ કબ્જે, પોલીસની સઘન પૂછપરછ બાદ બન્નેએ જૈન મંદિરોમાંથી ચોરી કર્યાની કબૂલાત આપી

આ લખાઈ છે ત્યારે રાત્રીના 9/50 કલાકે મળતા અહેવાલો મુજબ થોડા દિવસો પહેલા પાલીતાણા અને દાઠા જૈન દેરાસરોમાં ધાડ પાડી બે શખ્સો પોલીસના હાથે ઝડપાયા છે બનાવની વિગત એવી છે કે જૈન તિર્થભૂમી પાલીતાણાથી પાંચ કિમી દુર આવેલા માલપરા પાસે અઠ્ઠીઢીપ દેરાસરના ૧૭૦ દેરાસરો પૈકી અજીતનાથ ભગવાનના દેરાસરમાં નાસ્તિક તસ્કરો ત્રાટક્યા હતા.

Two men engaged in the labor of grinding stones raided Palitana and Datha Jain Derasars; Both in police custody

અને ભંડારો તોડી તેમાં રાખેલ રોકડની ચોરી થવા પામી હતી જ્યારે તળાજા તાલુકાના દાઠા ગામ નજીક આવેલ જૈન દેરાસરના તાળા તોડી માલ મત્તા ચોરી થવા પામી હતી ત્યારે આજરોજ એલસીબી સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન સોનગઢ તરફ જતાં હોટલ માનસી પાર્ક પાસે રોડનાં કાંઠે એક સફેદ કલરની કાર ઉભી છે. તેમા બેસેલ માણસોએ કોઇ જૈન દેરાસરોમા ચોરી કરી તેનો મુદામાલ સાથે રાખેલ છે.

Two men engaged in the labor of grinding stones raided Palitana and Datha Jain Derasars; Both in police custody

જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએથી નીચે મુજબનાં બે માણસો સફેદ કલરની મારૂતી કંપનીની કારમાં હાજર મળી આવ્યા હતા બન્નેની સઘન પૂછપરછ બાદ સોનગઢ રોડ ઉપર આવેલ અઢીદ્વીપ જૈન મંદીર તથા આદીનાથ હેલ્થ કેર સેન્ટરના ચંદ્રભુમીની દાનપેટીમાંથી ચોરી કરેલ તે રૂપીયા હોવાની તથા દાઠા પાસે આવેલ બોરડાનાં જૈન દેરાસર મંદીરમાંથી રોકડા રૂપીયાની કર્યાની કબૂલાત આપી હતી

Trending

Exit mobile version