Gujarat

IPS અધિકારીઓની બદલીઓને લઈને બે દિવસથી મેરેથોન બેઠક : રજાના દિવસે પણ કચેરીમાં ધમધમાટ

Published

on

કુવાડિયા

શહેર-જિલ્લાવાઈઝ ત્રણ-ત્રણ અધિકારીઓની બદલીનું લિસ્ટ તૈયાર થઈ ગયું, હવે તેમાંથી એક અધિકારીનું નામ અલગ તારવી અલગથી લિસ્ટ તૈયાર કરાયા બાદ દિલ્હી મોકલાશે; ત્યાંથી મંજૂરી મળ્યા બાદ ગમે ત્યારે બદલીનું ‘જમ્બો લિસ્ટ’ થશે જાહેર: સમગ્ર પોલીસબેડાની મંડાતી મીટ

આખા રાજ્યના પોલીસ બેડામાં અત્યારે સૌથી વધુ ચર્ચા જો કોઈ મુદ્દાની થતી હોય તો તે ક્રાઈમરેટ કે તેની નહીં બલ્કે છેલ્લા ઘણા સમયથી હવામાં લટકી રહેલી આઈપીએસ અધિકારીઓની બદલીઓની જ સંભળાઈ રહી છે. રાજ્યના ઈતિહાસમાં આઈપીએસ અધિકારીઓની બદલીઓને લઈને સંભવત: ક્યારેય ન થયો હોય તેવો વિલંબ આ વખતની બદલીઓમાં જોવા મળતાં આખરે ક્યાં શું અટકી રહ્યું છે તેને લઈને તરેહ તરેહની અટકળો અને ચર્ચાઓ દરરોજ ક્યાંકને ક્યાંક અધિકારીના મોઢે તો ક્યાંક વળી નીચલા સ્ટાફમાં સાંભળવા મળી રહી છે. દરમિયાન વિશ્વસનીય સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહેલી વિગતો પ્રમાણે અધિકારીઓની બદલીઓને લઈને બે દિવસથી સરકાર સ્તરે મેરેથોન બેઠક ચાલી રહી છે. દરમિયાન ગઈકાલે રજાના દિવસે પણ કચેરી ચાલું રહી હતી જેમાં બદલીઓને લઈને વિચાર-વિમર્શ કરવામાં આવ્યા હતા.

Two-day marathon meeting over transfers of IPS officers: Even on a holiday, there is commotion in the office

સૂત્રોએ વધુમાં જણાવ્યું કે શહેર અને જિલ્લામાં કયા-કયા અધિકારીને મુકી શકાય તે માટે બેથી ત્રણ જેટલા અધિકારીઓનું લિસ્ટ તૈયાર થઈ ચૂક્યું છે જેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારબાદ લિસ્ટ તૈયાર થયે અંતિમ મંજૂરી માટે દિલ્હી મોકલવામાં આવશે અને ત્યાંથી લીલીઝંડી મળી ગયા બાદ જમ્બો લિસ્ટ જાહેર કરવામાં આવશે. બદલીઓના લિસ્ટમાં 20 જેટલા જિલ્લા પોલીસવડા (એસપી) અને નવ જેટલા રેન્જ આઈજીની બદલી નિશ્ચીત મનાય રહી છે. જો કે સરકારના મનમાં શું ચાલી રહ્યું છે તે તો બદલીઓનું લિસ્ટ જાહેર થયા બાદ જ જાણી શકાશે

Advertisement

Trending

Exit mobile version