Sihor

સિહોર નેસડા સરકારી હાઇસ્કૂલનો બે દિવસીય શૈક્ષણિક પ્રવાસ

Published

on

દેવરાજ

સિહોર નેસડા સરકારી હાઇસ્કૂલનો બે દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો, બે દિવસના પ્રવાસ દરમિયાન અમદાવાદ ખાતે3 પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નગર, અક્ષરધામ , ઈન્દ્રોડા પાર્ક મોઢેરા ગણપત પૂરા અરણેજ જેવા સ્થળોની મુલાકાત લીધી હતી લકઝરી બસ મારફત ગયેલ પ્રવાસ તા.૯/૧૦ દરમિયાન બાળકોએ ઉત્સાહ સાથે ફરવા લાયક સ્થળે ફરી મોજ માણી હતી, પ્રવાસ દરમિયાન શાળાના ઇન્ચાર્જ નેહાબેન પંડ્યા ,

Two day educational tour of Sihor NESDA Government High School
Two day educational tour of Sihor NESDA Government High School

જામસંગભાઈ ચુડાસમા તેમજ ક્રિષ્નાબેન ડાંગર સાથે રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા વિદ્યાર્થીઓનો અનુભવ અવિસ્મરણીય રહ્યો હતો કારણ કે ગ્રામ્ય શાળાના બાળકો જ્યારે અમદાવાદ સુધી જતા હોય એ પણ એમના માટે યાદગાર હોય છે ત્યારે સુર્યમંદિર અને શતાબ્દી મહોત્સવ તો એમના માટે યાદગાર બની રહેશે

Trending

Exit mobile version