Sihor

તુર્કી-સીરિયા : મોતના કાટમાળમાં જિંદગીની ખોજ

Published

on

બરફવાળા

કુદરતની ક્રુરતા સામે કાટમાળમાં દબાયેલી એક બાળકીની ભાઈને બચાવવાની જદ્દોજહદ ; તુર્કી-સીરિયામાં ખોફનાક ભૂકંપ બાદ હાલ માનવીય દ્દશ્યો જોવા મળી રહ્યા છે: 40 કલાકની જહેમત બાદ બચાવકર્મીઓએ કાટમાળમાંથી 3 બાળકોને જીવતા બહાર કાઢતા શોકના માહોલમાં ખુશી છવાઈ : કાટમાળમાં જન્મેલી બાળકીની ગર્ભનાળ કાપી બચાવાઈ

તુર્કી અને સીરીયામાં ભૂકંપની ભયાવહ તબાહી બાદ તુર્કી અને સીરીયામાં મોતના કાટમાળમાં હાલ જિંદગીની તલાશ થઈ રહી છે. દુ:ખની આ ઘડીમાં જે લોકો મોતના મુખમાંથી બચી જાય છે, તેને લઈને શોકના માહોલમાં ઘડીભર ખુશીનું વાતાવરણ સર્જાય છે. જિંદગી બચાવવાના આ જંગમાં એવી ઘટનાઓ બહાર આવી છે જે આશાને જીવતી રાખે છે. તેમાં સીરીયાની એક 7 વર્ષની બાળકી પણ છે. તે પોતાના ભાઈની સાથે 17 કલાક સુધી કાટમાળની નીચે દબાયેલી રહી હતી પરંતુ આફતની આ ઘડીમાં જીવ બચાવવામાં જ હતું તે ઈમારત નીચે દબાયેલી હતી ત્યારે તેનો હાથ ભાઈના માથા પર હતો કારણકે ભાઈને કોઈ આંચ ન આવે. રાહતકર્મીઓએ બન્ને બાળકોને બચાવી લીધા છે. હવે બન્ને રાહત શિબિરમાં સુરક્ષિત છે. વંસનયા-વસઈનેહની છે. જયારે રાહત ટીમ પહોંચી તો એ બાળકી અને તેના ભાઈને કાટમાળમાં જીવતા જોઈને ટીમ ચોંકી ગઈ હતી. બાળકીએ બચાવકર્મીને કહ્યું હતું કે મને અહીંથી બહાર કાઢો. હું જિંદગીભર આપની ગુલામી કરવા તૈયાર છું. રાહત ટીમે બાળકી અને તેના ભાઈને કાટમાળમાંથી બહાર કાઢયા હતા.

Turkey-Syria: Searching for life in the rubble of death

કાટમાળ નીચે જન્મેલી બાળકીને ગર્ભનાળ કાપીને બચાવાઈ

સીરિયાના 34 વર્ષના ખલીલ અલ સામીએ જણાવ્યું હતું કે, ભૂકંપથી મારા ભાઈનું ઘર તબાહ થઈ ગયું હતું. કાટમાળમાં ભાઈ, ભાભી, પરિવારજનોને શોધવા કાટમાળ ખોદી રહ્યો હતો. લગભગ 30 કલાક બાદ ભાભીને ગર્ભનાળ સાથે જોડાયેલી નવજાત બાળકીને જોડાયેલી જોવા મળી હતી. બચાવદળે તરત જ તેની ગર્ભનાળ કાપીને નવજાત બાળકીને બહાર કાઢી હતી. જયારે બાળકીની માતાનું મોત થઈ ગયું હતું. બાળકી હાલ હોસ્પિટલમાં સુરક્ષિત છે.

Advertisement

ત્રણ બાળકોને બચાવાયા

સીરિયાના બિસ્નિયામાં 40 કલાકની જહેમત બાદ એક ઈમારતના કાટમાળમાંથી ત્રણ બાળકોને બચાવવામાં આવતા શોકના માહોલમાં ઘડીભર ખુશી છવાઈ હતી. અન્ય એક બનાવમાં આદિયામાન શહેરમાં 10 વર્ષના બૈતુલ એડિસને કાટમાળથી બહાર કઢાયા. લોકોએ તાળીઓથી બચાવકર્મીઓનું સ્વાગત કર્યું હતું.

Exit mobile version