Bhavnagar
વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ
કુવાડિયા
દાયકાઓ અગાઉ રાજદૂત જેવા ટુ-વ્હીલર અને એમ્બેસેડર જેવા વૈભવી વાહન અને લેન્ડલાઈન ફોનથી શરૂ થયેલા ચૂંટણી પ્રચાર સમય અને ટેકનોલોજી સાથે બુલેટ અને ફોર્ચ્યુનર જેવા વૈભવી વાહનો અને લેન્ડ લાઈન ફોનના બદલે સોશ્યલ મીડિયા પર પહોંચ્યા છે.
વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી શહેરી વિસ્તારોમાં ઠીક અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં પણ હવે ટેકનોલોજીના સમયમાં સોશ્યલ મીડિયાના માધ્યમાથી ચૂંટણી પ્રચાર અદ્યતન બન્યું છે. વર્ષો પહેલાના સમયમાં ચૂંટણી પ્રચાર અને હાલના ચૂંટણી પ્રચારમાં ઘણું તફાવત જોવા મળે છે. ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ ચૂંટણી પ્રચાર તાથા ડોર-ટુ-ડોર સંપર્કની સાથે, હાલમાં તમામ રાજકીય પક્ષો, ઉમેદવારો, સોશિયલ મીડિયાના માધ્યમાથી પ્રચાર, પ્રસાર કરવા માટે તનતોડ મહેનત કરવામાં લાગી ગયો છે. વોટસએપ અને ફેસબુક તેમજ અન્ય એપાથી મતદારો સાથે સીધો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.
અને મતદારો સુાધી પોતાના પક્ષની કામગીરી અને વચનો ઢંઢેરો દર્શાવતા વિવિાધ પ્રકારના વિડીયો અને ફોટા બનાવીને વધુમાં વધુ શેર કરવામાં અદ્યતન ટેકનોલજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વધુમાં વધુ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાથી સમયના બચાવ સાથે વધુમાં વધુ લોક સંપર્ક થઈ શકે છે. ઓછું જાણનારા નેતાઓ હાયર કરેલી કંપનીનો સહાય મેળવી રહ્યા છે ઘણા ઓછુું જાણનારા નેતાઓ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવવા હાયર કરેલી કંપનીનો સહારો મેળવી હંમેશા સોશિયલ મીડિયામાં પ્રચાર-પ્રસાર વાધારી રહ્યા છે. આ માધ્યમાથી નેતાઓ પોતાના મત વિસ્તારની વાત હોય કે મત વિસ્તારના કરેલા કામોના લેખા-જોખાં હોય કે લોકસંપર્ક કર્યો હોય તે પ્રકારની વાત પોસ્ટ કરી રહ્યા છે. જે માટે માસિક વીસ હજારથી વધુ રૂપિયા ખર્ચી રહ્યા છે.