Sihor
વૃક્ષો જીવોનો આધાર : પર્યાવરણ છે પ્રાણીનોના પ્રાણ : વૃક્ષોનું જતન સમગ્ર જીવ સૃષ્ટિ માટે મહત્વનું – પીઆઇ ભરવાડ
દેવરાજ
સિહોર પોલીસ દ્વારા પર્યાવરણ દિવસની ઉત્સાહથી ઉજવણી, ફાયરિંગ બટ ખાતે ૧૦૧ વૃક્ષો વાવી જતન કરવાના સંકલ્પ લીધા ; પીઆઇ ભરવાડે કહ્યું સમગ્ર જીવ સૃષ્ટિ માટે વૃક્ષારોપણ મહત્વ છે, વૃક્ષો વાવી જતન કરવાની દરેકની નૈતિક ફરજ
માત્ર વાવેતર નહિં વૃક્ષોનું જતન પણ સજીવ સૃષ્ટિ માટે આધાર હોય માત્ર એક દિવસ ઉજવવાને બદલે જીંદગીભર વનસ્પતિ સૃષ્ટિનું જતન કરવા જરૂરી હોવાનું સિહોર પોલીસના પીઆઇ ભરવાડે જણાવ્યું હતું, સિહોર સહિત જિલ્લાના અનેક સ્થળે આજે વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ત્યારે સિહોર પોલીસના પીઆઇ ભરવાડ અને પીએસઆઇ ગૌસ્વામીની હાજરીમાં ૧૦૧ વૃક્ષો વાવીને જતન કરવાના સંકલ્પ લીધા હતા આ તકે પીઆઇ ભરવાડે કહ્યું હતું કે. વૃક્ષએ માણસનો અનેરો સાથી છે. માણસના જન્મથી માંડી મૃત્યુ સુધી વૃક્ષોનો માણસ સાથે નાતો છે. પર્યાવરણના જતનથી જાગૃતિ એક દિવસ નહીં બારેમાસ હોવી જોઇએ.
તેમણે કહ્યું કે, પર્યાવરણની રક્ષા એ આજના સમયની તાતી જરૂરિયાત છે માનવીએ પોતાની સાથે પર્યાવરણની સુરક્ષાનો વિચાર કરશે તો જ આપણે બચી શકીશું. કોરોનાને કારણે આપણને ઓક્સીજનની જરૂરિયાત સમજાઇ છે. પર્યાવરણનું જતન એ આપણા સૌની ફરજ અને નૈતિક જવાબદારી છે.