Sihor
સિહોરના પ.બ.ગણપુલે મહિલા મંડળમાં મહિલાઓને આર્થિક સધ્ધર કરવા તાલીમ યોજાઈ
પવાર
સિહોરમાં પ.બ.ગણપુલે મહિલા મંડળ ખાતે મહિલાઓને આર્થિક સધ્ધર બનાવવા તેમજ પગભર બનવા માટે નવા ગુહ ઉધોગો અને કુટીર ઉધોગો માં મળતી નાણાકીય સરકારી જોગવાઈઓ માટેની પૂર્ણ માહિતી આપતો સેમિનાર નું આયોજન મહિલા મંડળ ખાતે કરવામાં આવ્યું હતું.
જેમાં ઘરબેઠા આર્થિક કમાણી શરૂ કરવા ઇચ્છતી બહેનો ને સરકાર ની સહાય ની માહિતી પૂરી પાડવામાં આવી હતી. જેમાં ઉધોગ સાહસિકતા વિકાસ સંસ્થાન ગુજરાત સરકાર નું સાહસ ભાવનગર વિભાગ કચેરી દ્વારા ઇ.ડી.પી તાલીમ યોજવામાં આવી હતી. આ તાલીમ માં મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી અને માહિતી મેળવી હતી.