Sihor

સિહોર અને પંથકમાં અરેરાટી : ત્રણ દિવસમાં ત્રણ આત્મહત્યા : પાંચના મોત : ચારે તરફ શોક અને ગમગીન

Published

on

પરમ દિવસે ખાંભા ગામના અરૂણ જાદવે મોતને વ્હાલું કર્યા બાદ ગઈકાલે પોલીસ પરિવાર અને આજે ઢૂંઢસરના તબીબનો આપઘાત, યુવરાજસિંહે તેમના ક્લિનિકમાં આજે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું

three-suicides-in-three-days-five-dead-mourning-and-sadness-all-around

જિંદગીમાં બધું જ માણસના ધાર્યા પ્રમાણે થતું નથી હજારો લોકોના જીવ બચવનારા તબીબ જ્યારે અગમ્ય કારણોસર આત્મહત્યા કરે અને એમના મોતના સમાચાર મળે ત્યારે ખરેખર હદય પણ દ્રવી ઉઠે છે ગઈકાલે પોલીસ પરિવારની આત્મહત્યા અને આજે તબીબના આપઘાતની ઘટનાએ સિહોર અને પંથકના લોકોને ઘેરા શોકમાં ડુબાડી દીધા છે હજી પોલીસ પરિવારના આપઘાતની શાહી લોકોના માનસપટ પરથી સુકાઈ નથી ત્યાં સિહોર નજીકના ઢૂંઢસરના તબીબ યુવરાજસિંહે તેમના ક્લિનિકમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે ત્રણ દિવસ દરમિયાન આપઘાતની ઘટનામાં પાંચ લોકોના મોત નીપજ્યા છે

three-suicides-in-three-days-five-dead-mourning-and-sadness-all-around

જેને ચારે તરફ ગમગીન અને શોકની લાગણી વ્યાપી છે સિહોરના તાલુકાના ઢૂંઢસર ગામે રહેતા અને પાલીતાણા ખાતે ખાનગી ક્લિનિક ધરાવતા તબીબે યુવકે કારણોસર પોતાના ક્લિનિકમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે ઢૂંઢસર ગામે રહેતા ડો.યુવરાજસિંહ ભુપતસિંહ રાઠોડ ઉંમર વર્ષ ૨૮ જેઓ પાલીતાણા ખાતે કલીનીક ધરાવે છે તેઓએ આજે બપોરના સુમારે અગમ્ય કારણોસર તેમના ક્લિનિકમાં જ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી દેતા પંથકમાં ચકચાર મચી છે યુવરાજસિંહ પાલીતાણાના લુવારવાવ રોડ પર બાપા નામનું ક્લિનિક ધરાવતા હતા નાની વયની ઉંમરે અગમ્ય કારણોસર આપઘાત વ્હોરી લીધો છે

three-suicides-in-three-days-five-dead-mourning-and-sadness-all-around

જેને લઈને પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે યુવરાજસિંહ પરણિત હતા અને તેઓને ત્રણ માસની પુત્રી હોવાનું જાણવા મળેલ છે આજે તેમના કલીનીક ખાતે અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે પીએમ અર્થે લાશને પાલીતાણા માનસિંહજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ઘટનાની જાણ થતા જ્ઞાતિના આગેવાનો પરિવારજનો હોસ્પિટલ દોડી ગયા હતા બનાવને લઈ ભારે અરેરાટીઓ વ્યાપી છે

Advertisement

Trending

Exit mobile version