Bhavnagar
ભાવનગર નજીક પિયાગો રીક્ષામાં દારૂની ખેપ કરતી બે મહિલા સહિત ત્રણ ઝડપાય
દેવરાજ
ભાવનગરના નારી ગામ નજીક અધેલાઈ તરફથી રીક્ષામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈને આવી રહેલી બે મહિલા અને રીક્ષા ચાલકની એલ.સી.બી. એ ધરપકડ કરી રૂ। 55 હજારનો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. આ અંગે મળતી વિગતો મુજબ એલ.સી.બી. પોલીસ કાફલો ભાવનગરના નારી ગામ નજીક પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે અધેળાઈ તરફથી આવી રહેલી પીળા કલરની પીયાગો રીક્ષા નં. જી.જે. 04 એ.ટી. 2916 ને અટકાવી
રીક્ષાની તલાશી લેતા રીક્ષામાંથી ઇંગ્લિશ દારૂ ના 180 એમ.એલ. ના 240 પાઉચ, 375 એમ.એલ.ની કાચની 10 બોટલ તેમજ ઇંગ્લિશ દારૂની 6 મોટી બોટલ મળી આવી હતી. એલ.સી.બી.એ રીક્ષામાં દારૂની હેરાફેરી કરતી તેજલ ઉર્ફે બિજલી દીપક રાજુભાઈ પરમાર રહે.આડોડીયાવાસ, ભાવનગર, હીના સન્નીભાઈ રહે. બંસી, તા. ભરતપુર થાના, રાજસ્થાન અને રીક્ષા ચાલક કિશન શાંતિભાઈ મકવાણા રહે. કરચલીયાપરા ભાવનગર વાળાની ઇંગ્લિશ દારૂ, પીયાગો રીક્ષા મળી કુલ રૂ। 55,780 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી વરતેજ પોલીસ મથકમાં પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો