Rajkot

રાજકોટમાંથી અલ-કાયદાના ત્રણ આતંકીની ધરપકડ: મોટો હુમલો કરવાની તૈયારીમાં જ હતા !!

Published

on

કુવાડીયા

રાજકોટમાં 6 વર્ષ બાદ ફરી આતંકીઓ પકડાતાં મોટો ખળભળાટ, આતંકીઓની સાથે સંપર્કમાં રહેનારા દસ શંકાસ્પદોને પણ ઉઠાવી લેતી એટીએસ: સોની બજારમાં છેલ્લા 9 મહિનાથી સોનાનું મજૂરીકામ કરનારા અમન, અબ્દુલ શકુર અને સૈફ નવાઝ નામના યુવકોની ધરપકડ: પીસ્તલ-જીવતા કાર્ટિસ સહિતના હથિયારો મળ્યા

રાજકોટને હચમચાવી નાખે તેવી એક ઘટના આજે આકાર લઈ જવા પામી છે. લોકોની અવર-જવરથી હંમેશા ભરચક્ક રહેતા એવા સોની બજાર વિસ્તારમાંથી ગુજરાત એટીએસ દ્વારા આજે અલ-કાયદા સાથે જોડાયેલા અને તેના માટે કામ કરી રહેલા ત્રણ આતંકીઓની ધરપકડ કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે.

three-al-qaeda-terrorists-arrested-from-rajkot-they-were-preparing-for-a-big-attack

બીજી બાજુ પ્રારંભીક પૂછપરછમાં એવો પણ ખુલાસો થયો છે કે આ લોકો રાજકોટ કે અન્ય કોઈ સ્થળે હુમલો કરવાની તૈયારી જ કરી રહ્યા હતા જે અંગેની જાણ થઈ જતાં એટીએસની ટીમે ક્ષણભરનો વિલંબ કર્યા વગર સોનીબજારમાં ત્રાટકીને ત્રણેય આતંકીઓ તેમજ તેના સંપર્કમાં રહેનારા દસેક જેટલા લોકોની ધરપકડ કરી લીધી છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે એટીએસે સોનીબજારમાં યોગી ચેમ્બર અને જે.પી.ટાવરમાં આતંકી ગતિવિધિ ચાલી રહ્યાની બાતમી ગુજરાત એટીએસને મળી હતી.

three-al-qaeda-terrorists-arrested-from-rajkot-they-were-preparing-for-a-big-attack

આ બન્ને ટાવરમાં મોટી સંખ્યામાં બંગાળથી આવેલા કારીગરો સોનાનું છૂટક મજૂરી કામ કરતા હોય છે જેમાંથી અમુક લોકો અલ-કાયદા જેવા ખૂંખાર આતંકી સંગઠન સાથે સંકળાયેલા છે અને તેના માટે યુવકોનું બ્રેઈનવોશ કરવા સહિતની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. આ પછી એટીએસે બન્ને સ્થળે એક સાથે રાત્રે અગીયાર વાગ્યાના અરસામાં દરોડો પાડીને અલ-કાયદા સાથે જોડાયેલા અમન, અબ્દુલ શકુર અને સૈફ નવાઝ નામના શખ્સોની ધરપકડ કરી લીધી હતી. આ ઉપરાંત તેની સાથે સંપર્કમાં રહેનારા કાઝી આલમગીર, તેનો સાળો સહિતના દસેક લોકોની ધરપકડ કરી હતી.

Advertisement

Trending

Exit mobile version