Sihor
સિહોર સહિત ભાવનગર જિલ્લાના હજારો કાર્યકરો શક્તિસિંહની પદયાત્રા અને પદગ્રહણ કાર્યક્રમમાં જોડાયા
કુવાડિયા
શક્તિસિંહના પદગ્રહણ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાંથી કોંગ્રેસ કાર્યકરો આગેવાનો નેતાઓ શુભેચ્છકો અમદાવાદ જવા રવાના થયા હતા
ભાવનગરના કોંગ્રેસના નેતા અને પક્ષના રાષ્ટ્રીય આગેવાન શક્તિસિંહ ગોહિલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખપદે જવાબદારી સોંપી છે ત્યારે રવિવારે શક્તિસિંહ ગોહિલના આ પદગ્રહણ સમારોહમાં ભાગ લેવા સિહોર સહિત ભાવનગર શહેર અને જિલ્લામાંથી આગેવાનો, કાર્યકરો, શુભેચ્છકો અમદાવાદ ખાતે પોહચ્યા હતા.



શક્તિસિંહ ગોહિલ ગાંધી આશ્રમથી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સુધી પદયાત્રા બાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યલય ખાતે પદગ્રહણ કાર્યક્રમ વેળાએ જિલ્લાભરના હજારો આગેવાન કાર્યકરો શુભેચ્છકોએ જોડાઈ બાપુને શુભેચ્છા પાઠવી હતી.