Bhavnagar

ભાવનગરના ભારે વરસાદ વચ્ચે કાવડ યાત્રામાં હજારો ભક્તો જોડાયા

Published

on

પવાર

જશોનાથ મહાદેવ મંદિર ભાવનગર થી સંતો મહંતો અને યુવરાજ સાહેબ ની હાજરી માં પ્રસ્થાન કરી નિષ્કલંક મહાદેવ મંદિર સુધી બોલ બમ બમ બમ, હર હર મહાદેવનાં નાદ સાથે હજારો કાવડિયા ધૂમ વરસાદ માં પણ પગપાળા કરતા કરતા વેલી સવારે પહોંચ્યા ગઇ હતી. રસ્તા માં વરસાદ હોવા છતાં કાવડ યાત્રા નું સ્વાગત, અને પ્રસાદી વિતરણ શુરુ હતો. યાત્રાઓ ની સેવા અને સુવિધા માટે હોટેલ વ્રજ વિહાર ભૂમળી, રામજી મંદિર કોડીયક, માં જરૂરી વ્યવસ્થા કરવા માં આવી હતી.

thousands-of-devotees-joined-the-kavad-yatra-amid-heavy-rains-in-bhavnagar

વહેલી સવારે નિષ્ણાંત પંડિતોનાં મંત્ર ઉચ્ચાર સાથે ગંગા જલ, અને પંચરત્ન, સાથે વિધી વિધાન થી ભગવાન મહાદેવ ની પૂજા કરવા માં આવી હતી. અધિક માસ માં શ્રાવણ માસ 19 વર્ષ પછી આવેલ છે. તે માટે આ દ્વિતિય કાવડ યાત્રા નું વધુ મહત્વ હતો અનેં કાવડ યાત્રા એક કઠિન યાત્રા હોય છે પણ મનોકામના પુરણ યાત્રા હોય છે.યાત્રા નાં માર્ગ પર કાવડિયાઓ નાં પગ માં કંકર, પથ્ચર ચુભે છે વરસાદ માં ચાલવા માં તકલીફ પડે છે પણ કોઈ યાત્રી રોકાતા નથી ચાલતા રહે છે ભગવાન મહાદેવ કાવડ યાત્રાઓ ની હર મનોકામના પૂર્ણ કરે છે.

Exit mobile version