Bhavnagar
ઢોરએ અડફેટે લેતાં આ યુવાને સારવાર દરમ્યાન દમ તોડ્યો
દેવરાજ
રેઢીયાર પશુએ બાઈક સવાર યુવાનને અડફેટે લેતાં ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં તત્કાળ સારવાર અર્થે સર. ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું
ભાવનગર શહેરમાં રસ્તે રખડતાં પશુઓનાં ત્રાસ છે અને લોકો વર્ષોથી હેરાન-પરેશાન છે. મહેસાણાથી ભાવનગર નોકરી કરવા આવેલ આશાસ્પદ યુવાનને રેઢીયાર પશુએ અડફેટે લેતાં આ યુવાને સારવાર દરમ્યાન દમ તોડ્યો છે. શહેરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતા અને મૂળ મહેસાણા જિલ્લાનો યુવાન રવિ અમૃતભાઈ પટેલ (ઉ.વ.૨૯) છેલ્લા થોડા સમયથી પોતાના વતનથી ભાવનગર નોકરી અર્થે સ્થાયી હતા અને બુધેલ-તગડી રોડ પર રાજ લક્ષ્મી એન્જિનિયરિંગમા ઈજનેર તરીકે જોબ કરતા હતા
દરમ્યાન યુવાન ટોપ-થ્રી સર્કલ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો તે વેળાએ રોડપર અડીંગો જમાવીને બેસેલા રેઢીયાર પશુએ બાઈક સવાર યુવાનને અડફેટે લેતાં ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં તત્કાળ સારવાર અર્થે સર. ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ ફેલાયો છે શહેરમાં આજે પણ તમામ રોડ -રસ્તાઓ પર પશુઓના ટોળાં જોવા મળે છે પરંતુ ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ કે તંત્ર આ મુદ્દે કોઈ જ કાર્યવાહી નથી કરી રહ્યું અગાઉ પણ એક વૃદ્ધને આખલાએ ગંભીર ઈજા પહોંચાડી હતી જેનું પણ સારવાર દરમ્યાન મોત નિપજયું હતું ત્યારે જવાબદાર તંત્ર આવાં ત્રાસ માથી લોકો ને સત્વરે મુક્ત કરાવે એવી લોકમાંગ પ્રબળ બની છે.