Sports

ન્યુઝીલેન્ડનો આ બેટ્સમેન એવીરીતે આઉટ થયો કે સામેની ટીમના પ્લેયર થઈ ગયા આશ્ચર્યચકિત

Published

on

ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં ન્યુઝીલેન્ડનો બેટ્સમેન હેનરી નિકોલ્સ ગુરૂવારે અલગ અંદાજમાં આઉટ થયો હતો. ક્રિકેટના ઈતિહાસમાં ભાગ્યે જ કોઈ બેટ્સમેન આવી રીતે આઉટ થયો હતો. તેની આઉટ થવાની રીતને જોઈને અનેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ઈંગ્લેન્ડ સામેની સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ન્યુઝીલેન્ડે 123 રનના સ્કોર સુધી પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી. હેનરી નિકોલ્સ ટીમની 5મી વિકેટ તરીકે પેવેલિયન પરત ફર્યો હતો. જેક લીચ મેચની 56મી ઓવરમાં બોલિંગ કરી રહ્યો હતો. ન્યુઝીલેન્ડનો હેનરી નિકોલ્સ સામે બેટીંગ કરી રહ્યો હતો. જ્યારે તેણે શોટ રમ્યો ત્યારે બોલ નોન-સ્ટ્રાઈકરના છેડે ડેરીલ મિશેલના બેટ સાથે અથડાયો હતો. તેણે બચવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ મિશેલના બેટ સાથે અથડાયા બાદ બોલ સીધો મિડ-ઓફમાં ઉભેલા લીગના હાથમાં ગયો હતો.

આ રીતે નિકોલસ 19 રન બનાવીને અલગ અંદાજમાં આઉટ થયો હતો. જો મેચની વાત કરીએ તો, અત્યાર સુધીમાં આ ત્રીજી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. વરસાદના કારણે મેચ રોકાય તે પહેલા ન્યુઝીલેન્ડે 74 ઓવર રમીને 5 વિકેટના નુકસાન પર 187 રન બનાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version