Offbeat
દુનિયાનો આ એક એવો સમુદાય જે આજીવન પહેરે છે અજીબ કપડાઓ જાણો શું છે તેની માન્યતા
ભૂત અંગે સમગ્ર દુનિયા વિવિધ પ્રકારની માન્યતાઓ જોવા મળે છે પરંતુ પશ્ચીમી આફ્રિકાના બેનિન દેશમાં એક માનવ સમુદાય ભૂત બનીને જીવે છે. આ ભૂત લોકોને ઇગનગન કહેવામાં આવે છે. આ ઇગનગન પસાર થતા હોય ત્યારે મોઢામાંથી જાત ભાતના અવાજ કાઢે છે. તે અવાજ કોઇને પણ ડર લાગે એવો બિહામણો હોય છે.
તેઓની એક બીજા સાથેની વાતચીતની ભાષા એમના શિવાય કોઇ સમજી શકતું નથી. તેમના હાથમાં ડ્રેમ હોવાથી ઘણા લોકો તેમને ડ્રમર પણ કહે છે.સૌથી વિચિત્ર તો ઇગનગન લોકોનો પોષાક છે, તેઓ કપડાથી શરીરને હંમેશા ઢાંકેલું રાખે છે. કપડાની ડિઝાઇન એટલી વિચિત્ર હોય છે કે તેઓ ચાલતા હોય ત્યારે જાણે કે ભૂત હોય તેવું લાગે છે. આ લોકો પોતાના પહેરવેશને જ પોતાની તાકાત સમજે છે.
તેવો ખુદને પોતાના પૂર્વજોની આત્મા ગણાવીને પૂર્વજોની પરંપરાને જીવંત રાખવા જન્મ થયો હોવાનું માને છે. બેનીનમાં એવી વ્યાપક માન્યતા છે કે જો ઇગનગન લોકો ટચ કરે તો મુત્યુ થાય છે આથી તેમનાથી દૂર ભાગે છે. આ લોકો પોતાના શરીરને દેખાડતા નથી. હાથમાં મોજા અને તલવાર પકડીને પણ નિકળે છે.
તેઓ બેસીને ઉભા થાય ત્યારે જાણે કે ડેડ બોડી ઉભું થઇને ચાલતું હોય તેવું જણાય છે. તેમના સામાજિક રિતરિવાજો અને જીવન અંગે કશું જણાવતા નથી. ઘણા એવું પણ માને છે કે ઝગડા અને ટંટાફસાદમાં આ ઇગનગન લોકોનો ન્યાય સાચો હોય છે. ઇગનગન લોકો ગ્રામીણ વિસ્તારોમાં આવે ત્યારે નાના મોટા સૌ જોવા માટે કુતુહલવશ એકત્ર થાય છે.