Health

હ્રદયરોગ માટે સૌથી વધુ જવાબદાર કોલેસ્ટ્રોલ વધવાના આ છે કારણો!

Published

on

હૃદયરોગ ભારત તથા સંપૂર્ણ વિશ્વમાં મૃત્યુના કારણોમાં સૌથી અગ્રેસર છે. મૃત્યુના બધા કારણોમાં ચોથા ભાગના કિસ્સાઓમાં હૃદયરોગ જવાબદાર છે. હૃદયરોગનું મુખ્ય કારણ હૃદયના સ્નાયુને લોહી પહોંચાડતી ધમનીની સંકડાશ છે. જેને સામાન્ય ભાષામાં હૃદયની નળીઓના ”બ્લોકેજ ” તરીકે ઓળખવામાં આવે છે. આ બ્લોકેજ ચરબીયુક્ત પદાર્થનો બનેલ હોય છે જેને સામાન્ય રીતે ” કોલેસ્ટ્રોલ” તરીકે ઓળખવામાં આવે છે. હૃદયરોગ થવાના મુખ્ય કારણોમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, તમાકુનું સેવન, કોલેસ્ટ્રોલ અને આનુવંશિક કારણો જવાબદાર છે. આ સિવાય બેઠાળુ જીવન, ખોરાક સંબંધિત પરિબળો, કસરતનો અભાવ તથા મેદસ્વીતા પણ તેના કારણ છે. આ તમામ સિવાય કોલેસ્ટ્રોલ પણ એક મહત્વનું પરિબળ છે.

કોલેસ્ટ્રોલ શું છે?

હાઈ બ્લડ કોલેસ્ટ્રોલ કે હાયપરકોલેસ્ટેરોલિયા એક એવી સમસ્યા છે, જેણે આજે આખી દુનિયાને પ્રભાવિત કરી રાખી છે. મનુષ્યોમાં ફેલાતી આ સૌથી ઝડપી બીમારી માનવામાં આવે છે. કારણ કે કોલેસ્ટ્રોલ વિશે લોકોને જાણકારી નથી હોતી, અને શરીરમાં ધીરે ધીરે વધી રહેલા કોલેસ્ટ્રોલના લક્ષણને તેઓ સતત અવગણી રહ્યા હોય છે. એવામાં બની શકે છે કે તમારા શરીરમાં પણ કોલેસ્ટ્રોલ વધેલું હોય અને તમે તેનાથી સંપૂર્ણ રીતે અજાણ હોવ.

 

”કોલેસ્ટ્રોલ” એક ચીકણો પીળો પદાર્થ છે જે ખોરાકમાં બધા જ ચરબીવાળા વેજિટેરિયન અને નોન વેજીટેરિયન પદાર્થોમાં હોય છે. કોલેસ્ટ્રોલ પીળા રંગનો મીણ જેવો ચીકણો પદાર્થ હોય છે, જે આપણા શરીર માટે લોહી જેટલો જ જરૂરી છે. કારણ કે કોલેસ્ટ્રોલથી લીવરમાં બાઈલ એસિડનું નિર્માણ થાય છે, જેથી ભોજનને પચાવવામાં સરળતા રહે છે. તે તડકામાંથી વિટામિન ડી બનાવવામાં મદદ કરે છે, અને તેનાથી શરીરમાં સેક્સ હોર્મોન પણ યોગ્ય રીતે બને છે. એટલે કોલેસ્ટ્રોલ આપણા શરીર માટે અત્યંત જરૂરી છે. અને 70 % કોલેસ્ટ્રોલ આપણા લીવર દ્વારા જ બનાવવામાં આવે છે. અને 30% આપણને ભોજનમાંથી મળે છે.

Advertisement

શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ક્યારે વધે?

કોલેસ્ટ્રોલ મુખ્યત્વે બે પ્રકારના હોય છે, HDL (high density lipoprotein) અને LDL (low density lipoprotein). તેમાં એચડીએલને સારું કોલેસ્ટ્રોલ અને એલડીએલને ખરાબ કોલેસ્ટ્રોલ માનવામાં આવે છે. એલડીએલ આપણી ધમનીઓમાં જામવા લાગે છે. વધેલું કોલેસ્ટ્રોલ શરીરમાં લોહી લઇ જતી ધમનીઓમાં જમા થવા લાગે છે, જેથી સમયની સાથે સાથે તેમાં પ્રેશર અને બ્લોકેજ થવા લાગે છે. સૌથી વધારે કોલેસ્ટ્રોલ આપણા હૃદયમાં લોહી પહોંચાડતી કોરોનરી ધમની અને અને મગજની કેરોટીડ ધમનીમાં જામે છે. અને આ કારણે કોઈ પણ સમયે અચાનક હાર્ટ અટેક અને બ્રેઈન સ્ટ્રોક આવવાનો ભય વધી જાય છે. ઘણીવાર માણસ સ્વસ્થ દેખાય છે પણ તેના શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાને કારણે તેને હાર્ટ અટેક આવી શકે છે.

These are the causes of high cholesterol most responsible for heart disease!

કોલેસ્ટ્રોલ વધવાનાં કારણો

વારસાગત:

જે કુટુંબમાં હૃદયરોગ તેમજ વધારે કોલેસ્ટ્રોલના કેસ વધુ સંખ્યામાં હોય તો તે કુટુંબનાં સંતાનોમાં પણ કોલેસ્ટ્રોલ વધારે જોવા મળે છે. કેટલાક કેસમાં વધુ પડતું કોલેસ્ટ્રોલ જીવનશૈલીને કારણે નહી પણ વારસાગત કારણોને લીધે જોવા મળતું હોય છે.

Advertisement

મેદસ્વીતા:

મેદસ્વિતા અનેક રોગોનું ઘર છે. જો તમારા શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે હોય તો તમારે સમયસર સ્વાસ્થને લઈને જાગૃત થવાની જરૂર છે. ભારે શરીર અને વધુ વજન ધરાવતા લોકોમાં સામાન્ય લોકો કરતા કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે જોવા મળે છે.

બેઠાડુ જીવન:

જે લોકો ઓફિસમાં કામને કારણે અથવા કોઈ અન્ય કારણોસર બેઠાડુ જીવનશૈલી ધરાવતા હોય છે તેવા લોકોમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે. આવું ન થાય તે માટે હળવી કસરતને જીવનશૈલીનો ભાગ જરૂરથી બનાવવો જોઈએ.

ધૂમ્રપાન:

Advertisement

બીડી-સિગારેટ જેવા વ્યસન ધરાવતા લોકોમાં કોલેસ્ટ્રોલ વધવાનું જોખમ રહે છે. આ જ કારણે ધુમ્રપાન કરતા લોકોમાં હ્રદયરોગનો ખતરો પણ વધુ રહે છે.

વધુ કોલેસ્ટ્રોલના લક્ષણો

1.કોલેસ્ટ્રોલ વધવાથી આપણા શરીરના અંગો સુધી લોહી પહોંચાડતી ધમની સંકોચાવા લાગે છે. આથી આપણા બોડી મસલ્સમાં લોહીનો પ્રભાવ ઓછો થવા લાગે છે, ખાસ કરીને પગમાં. એવામાં હાથ અને પગ વારંવાર સુન્ન થવા લાગે છે

2.કોલેસ્ટ્રોલ વધવાના કારણે આપણું શરીર ભોજનમાંથી પોષક તત્વોને સંપૂર્ણ રીતે ગ્રહણ નથી કરી શકતું, જેથી ધીરે ધીરે શરીરમાં ન્યુટ્રીશનનો ઘટાડો થવા લાગે છે. કોલેસ્ટ્રોલ હૃદયમાં લોહી પહોંચાડતી નસોમાં પ્લાક જમા કરે છે, જેથી લોહીનો પ્રવાહ નબળો થઈ જાય છે. એવામાં જલ્દી થાકી જવાય છે.

3.જો શરીરમાં સારા કોલેસ્ટ્રોલ એટલે એચડીએલની માત્રા વધારે છે, તો તે શરીરમાં ચરબી વધવાથી અટકાવે છે, અને ચરબી ઓગાળવાનું કામ પણ કરે છે. તો ખરાબ કોલેસ્ટ્રોલ વધવા પર તે શરીરનું વજન ઝડપથી વધારવા લાગે છે.

Advertisement

4.શરીરમાં વધેલું કોલેસ્ટ્રોલ મગજમાં લોહી પહોંચાડતી નસોને પણ અસર કરે છે. જેથી માથાના પાછળના ભાગ અને માથાના અડધા ભાગમાં અચાનક દુખાવો થવા લાગે છે અને ચક્કર આવવા તેમજ ગભરામણ જેવી સમસ્યા પણ થાય છે.

Trending

Exit mobile version