Sihor

યુવાનને શિંગડે ભરાવી ઉલાળ્યા ; સિહોરના કાજાવદર ગામે રખડતા ઢોરે યુવાનને હડફેટ લીધો, ઈજા પહોંચતા સારવાર હેઠળ

Published

on

સિહોર શહેર અને તાલુકામાં રખડતા ઢોરના કારણે લોકો જે રીતે પરેશાન થઈ રહ્યા છે એ ખૂબ જ દયનીય પરિસ્થિતિ ગણી શકાય! કારણ કે કોર્ટની ટકોર બાદ પણ રાજ્યમાં રખડતા ઢોરના કારણે અનેક માસૂમો ઈજાગ્રસ્ત થઈ મોતને ભેટી રહ્યા છે. ત્યારે સિહોરના કાજાવદર ગામે રખડતા ઢોરના કારણે યુવાન ઇજાગ્રસ્ત બન્યો હતો. હજુ થોડા દિવસ પહેલા જાબાલા ગામે એક આધેડનું મોત નીપજ્યું હતું. ત્યારે વધુ એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં કાજાવદર ગામે રખડતા ઢોરે એક યુવાનને ફંગોળી દીધો હતો અને તે નીચે પટકાયો હતો. ઇજાગ્રસ્ત યુવાનને હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે રખડતા ઢોરનો આંતક હજુ યથાવત રહેવા પામ્યો છે રખડતા ઢોર લોકોને ખૂબ જ નુકસાન પહોંચાડી રહ્યા છે. અને રસ્તા પર આવતા જતા વાહનચાલકોને શિંગડાં મારીને રોડ પર પછાડીને ઇજાઓ પહોંચાડે છે, જેને કારણે લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે.

Exit mobile version