Gujarat

ગુજરાત ડ્રગ્સ કેસના તાર અફઘાનિસ્તાન સુધી પહોચ્યા!

Published

on

ડ્રગ્સ મામલે ગુજરાત એટીએસે વધુ એક ઓપરેશન પાર પાડ્યું છે. ગુજરાત એટીએસ દ્વારા બાતમીના આધારે દિલ્હીથી અફઘાની ઈસમની રૂપિયા 20 કરોડના ડ્રગ્સ સાથે ધરપકડ કરાઈ છે. ગુજરાત એટીએસને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આપવામાં આવેલ બાતમીના આધારે વાદિઉલ્લા રહિમુલ્લા નામના અફઘાની ઈસમની 4 કિલો હેરોઇન સાથે દિલ્હીના વસંતકુંજ વિસ્તારથી ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસ દ્વારા ડ્રગ્સના કિસ્સામાં વધુ એક સફળતા મેળવી ગુજરાત બહારથી પણ ડ્રગ્સના કારોબારીઓને ઝડપી પાડયા છે અને ૨૦ કરોડથી વધુ રકમનો માલ પણ જપ્ત કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા શનિવારે 3 સપ્ટેમ્બરના રોજ દિલ્હી પોલીસે બે કરોડનું હેરોઈન જપ્ત કર્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે દિલ્હીના ટ્રાન્સ યમુનાના રહેવાસી બે ડ્રગ્સ તસ્કરોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી ઉચ્ચ ગુણવત્તાવાળું 1.3 કિલો હેરોઈન પણ જપ્ત કરાયું છે. પોલીસના જણાવ્યા અનુસાર આ હેરોઈન દિલ્હી-એનસીઆરમાં પહોંચાડવાનું હતું. મનીષ અને ટિંકુ નામના બે યુવકોની ડ્રગ્સ તસ્કર તરીકે ઓળખ થઈ છે.
ડ્રગ્સ મામલે ગુજરાતના તાર સીધા જ અફઘાનિસ્તાન સાથે જોડાઈ રહ્યાં છે. તાલિબાનમાં સત્તા પલટ થતા જ ડ્રગ્સનો વેપાર વધ્યો હોય તેવું લાગે છે. અફઘાનિસ્તાનથી કાર્ગો ભરીને ડ્રગ્સનો સપ્લાય થઈ રહ્યું છે. જેનુ નેટવર્ક અનેક દેશોમાં ફેલાયું છે.

તો બીજી તરફ, ડ્રગ્સ માફિયાઓ માટે જાણે ગુજરાત હોટ ફેવરિટ સ્પોટ બન્યું હોય તેમ મેફેદ્રોન ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં પકડાયેલ ડ્રગ્સના આંકડા ડ્રગ્સ માફિયાઓના નેટવર્કનો ઘટસ્ફોટ કરે છે. જેમાં અમદાવાદ ડ્રગ્સનું હબ બન્યું છે. અત્યાર સુધીમાં ચાલુ વર્ષમાં 100 થી વધુ ડ્રગ્સ પેડલરો અમદાવાદ માંથી ઝડપાયા છે. ગુજરાતનું અમદાવાદ શહેર ડ્રગ્સના નેટવર્કનું હબ બની ગયું છે. ડ્રગ્સ માફિયાઓ પર અલગ અલગ એજન્સીઓ તવાઈ બોલાવીને ડ્રગ્સ પેડલરો અને ડ્રગ્સ ડીલર પકડી રેકોર્ડ બ્રેક ગુના નોંધ્યા છે. જોકે વર્ષ 2022માં ચાલુ વર્ષે કરેલા NDPSના કેસોના ચોકવાનારા આંકડાઓ સામે આવ્યા છે. જેમાંથી MD ડ્રગ્સનો જથ્થો સૌથી વધુ ઝડપી લેવામાં આવ્યો છે. સાથે જ યુવાવર્ગમાં ચરસ, ગાંજો, કફ શિરપ અને એમ.ડી ડ્રગ્સ લેવાનું પ્રમાણ વધતા હવે આ બધા જ ડ્રગ્સની હેરાફેરી વધી રહી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ચાલુ વર્ષે 24 કેસ નોંધી 74 જેટલા આરોપી ધરપકડ કરી છે. જેમાં ડ્રગ્સ પેડલરો અને મદદગારી કરનારની ધરપકડ કરી છે. ત્યારે ક્રાઇમ એસ.ઓ.જી ટીમે પણ 15 કેસ કરી 35 જેટલા પેડલરો અને ડ્રગ્સ ડીલરની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા છે. થોડા દિવસ પહેલા જ ક્રાઇમ એસ.ઓ.જી ટીમ ડ્રગ્સ ડીલર અમીનાબાનું પકડી ડ્રગ્સ હેરાફેરીના મોટા નેટવર્ક પર્દાફાશ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version