Sihor
ભષ્ટાચારની ગંધ.? સિહોરના ટાણા ચોકડીથી લીલાપીર સુધીના રોડ પરના પડ ઉખડવાનુ શરૂ
પવાર
તંત્ર દ્વારા થોડા મહિનાઓ પહેલા માસ દોઢ કરોડના ખર્ચે બનાવાયેલ રોડની હાલત ખરાબ – રોડ પર પડેલા ખાડાઓમાં કમોસમી વરસાદના પાણીથી નાના તળાવડાઓ ભરાઈ ગયા
સિહોર શહેરમાંથી પસાર થતા ટાણા ચોકડીથી લીલાપીર મઢુલી સુધીનો રોડ સાવ તૂટીને ધૂળીયો થઈ ગયેલ છે. આર.એન્ડ બી. દ્વારા દ્વારા રૂા ૧,૫૨ કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો હતો. જે બે જ માસમાં ટાણા ચોકડીથી સુરકાના દરવાજા સુધીના રોડનું પહેલુ પડ ઉખડવાની શરૂઆત થઈ ગઈ છે. ટાણા ચોકડીથી લીલાપીર મઢુલી સુધીનો રોડ તૂટીને ધૂળીયો થઈ ગયેલ છે. જે અંગે સ્થાનિક રહિશો દ્વારા અવાર નવાર ફરિયાદો ઉઠતા સરકાર દ્વારા રૂા ૧,૫૨ લાખની ગ્રાન્ટ ભાવનગર જિલ્લા પંચાયત હસ્તક ફાળવવામાં આવી હતી. જેથી જિલ્લા પંચાયત દ્વારા આર.એન્ડ બી.દ્વારા આ નવો રોડ બનાવવાનું શરૂ કરવામાં આવેલ હોય અને હજી ટાણા સુધીનો એક કટકામાં બે માસમાં જ આ રોડ ઉપરનું આર.સી.સી.નું પડ ઉખડવા લાગ્યુ હોય અને ધીરે ધીરે ખાડાઓ પડવા લાગ્યા હોય દિવસે દિવસે આ રોડ વધુ ને વધુ ધૂળીયો થતો જાય છે
જેથી લોકોમાં તે આકરી ટીકાને પાત્ર બની રહ્યુ છે. આ રોડના કામમાં લોટ, પાણીને લાકડા જેવું મટીરીયલ્સ વાપરેલ હોય અને મસમોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવુ લોકમુખે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. સંબંધિત તંત્રવાહકો દ્વારા આ ગંભીર બાબતે યુધ્ધના ધોરણે સઘન તપાસ કરી જવાબદાર કોન્ટ્રાકટર સામે કડક પગલા લઈ આ રોડનું કામ જે તે કોન્ટ્રાકટરની પાસે જ ફરી વખત નવો બનાવવાની તજવીજ હાથ ધરવી જોઈએ તેવી જાગૃત નાગરીકોમાં પ્રબળ માંગ ઉઠવા પામેલ છે. જવાબદાર તંત્ર દ્વારા આ કોન્ટ્રાકટર સામે કડક પગલા લેવામાં આવશે ખરા તેવો લોકોમાં સવાલ ઉઠવા પામેલ છે.