Sihor
સિહોરમાં પાણી પ્રશ્ને શાશકોએ હાર માની ; વિપક્ષે દૂષિત પાણીની બોટલ ચીફઓફિસરને આપી કહ્યું આની લેબોરેટરી કરાવો ; મુકેશ જાની
મુકેશ જાનીએ કહ્યું વોર્ડનં 4ના અનેક વિસ્તારમાં દૂષિત અને દુર્ગંધ વાળું પાણી વિતરણ થાય છે, પાણીની લાઈનોમાં ગટરની લાઈનો ભળી ગઈ છે, રોગચાળો ફાટી નિકળશે તો જવાબદાર કોણ.? મુકેશ જાની અને કેતન જાનીની આક્રમક રજૂઆત
સિહોર નગરપાલિકા દ્વારા શહેરના કેટલાક રહેણાંકીય વિસ્તારોમાં મનસ્વી રીતે બેરોકટોકપણે લાંબા સમયથી એકદમ ડહોળુ અને દુર્ગંધયુકત પીવાના પાણીનું વિતરણ કરાઈ રહ્યુ હોય ભયંકર રોગચાળો ફાટી નિકળવાની શકયતાઓ સેવાઈ રહી છે. સિહોર શહેરના વોર્ડ 4ના રહેણાંકીય વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા ડહોળુ અને માથુ ફાટી જાય તેવી દુર્ગંધ ધરાવતા પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. સ્થાનિક રહિશો દ્વારા આ દુષિત પાણીનો ન્હાવા, ધોવા કે વાસણ ધોવામાં પણ ઉપયોગ થઈ શકે તેમ નથી ખાસ કરી વોર્ડ 4ના સ્વસ્તિક સોસાયટી, કપીલ સોસાયટી, કુંભાર હિંડીગ વગેરે વિસ્તારોમાં વંદા પાણીનું વિતરણ થતું હોય, લોકોમાં આક્રોશ ઉભો થયેલો છે. મુકેશ જાનીએ કહ્યું હતું કે આ વિસ્તારમાં નગરસેવક તરીકે જાત તપાસ કરી રહીશોને સાથે રાખી સ્થળ તપાસ કરતા હકીકત ખરી જણાય છે. અને તેના પ્રમાણ રૂપે એ પાણીની બોટલ પણ મરીને આપશ્રી સમક્ષ રજુ કરીએ છીએ, જેની લેબોરેટરી ટેસ્ટ કરી આગળની કાર્યવાહી કરવામાં આવે. તેમજ પાણી દીન આવવા પાછળનું કારણ શું છે
તેની તપાશ કરવામાં આવે, અને હાલમાં મહી પરીએજનું પાણી આપવામાં આવે છે. પણ જરૂરીયાતને પહોંચી વળવા તળાવનું ફીલ્ટર વગરનું પાણી લેવામાં આવતું હોય તો તે બંધ કરવામાં આવે. જળમમાંથી પાણીની સપ્લાઈ અગાઉ કરવામાં આવતી હતી ત્યારે આવી ફરીયાદો ઉભી થતા તંત્ર ધ્વારા આ પાણી લેવાનું બંધ કરેલ. જી હાલમાં આ પાણી લેવાનું ચાલુ કરેલ હોય તો તે પાછી લેવાનું બંધ કરવું જોઈએ. તેમજ સુપરવાઇઝરો દ્વારા પાણી સપ્લાઈના સમર્થ ઉપરીક્ત વિસ્તારોમાં સ્થળ ઉપર જઈ ચકાસણી કરવામાં આવે અને ગટરનું પાણી જો ભળતુ હોય તો તે સત્વરે તાત્કાલીક અસરથી કામગીરી કરી લોકોને શુધ્ધ પાણી મળે તે દિશામાં પગલાં લેવામાં આવે સિહોરના મોટાભાગના વિસ્તારમાં નગરપાલિકાના સત્તાધીશોએ પાણી પ્રશ્ન હાર માની લીધી હોય તેમ અવાર નવાર લોકોની એકની એક ફરીયાદ અલગ અલગ વિસ્તારમાંથી દુષીત અને દુર્ગંધયુકત પાણીની ફરીયાદ લઈને બહેનોના ટોળા નગરપાલિકામાં આવતા હોય છે. તેમછતા તંત્ર ધ્વારા નકકર કામગીરી કરવામાં આવતી નથી. તાત્કાલીક અસરથી આ કામગીરી કરવામાં નહી આવે અને પાણીજન્ય રોગચાળો ફાટી નીકળશે તો સંપૂર્ણપણે તંત્ર જવાબદાર રહેશે તેવું જાનીએ કહ્યું હતું