Sihor
લોકભારતી સણોસરા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો યોજાનાર કાર્યક્રમ મુલત્વી
Pvar
સિહોરના સણોસરા ખાતે આવેલ લોકભારતી સંસ્થામાં રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો સોમવારે યોજાનાર હતો જે ભારે વરસાદ ને પગલે કાર્યક્રમ હાલ મુલત્વી રાખવામાં આવ્યો છે.રાજ્યપાલ શ્રીના હસ્તે લોકભારતી ગ્રામવિદ્યાપીઠ ગૌશાળામાં પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ કેન્દ્રનું સોમવારે ઉદ્દઘાટન થનાર હતું.લોકભારતી વિશ્વવિદ્યાલય અંતર્ગત થયેલ આયોજન હવે ભારે વરસાદની પરિસ્થિતિને લઈને હાલ મુલત્વી રહેલ છે, જે હવે પછી ગોઠવાશે તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.