Sihor
સિહોરના દેવગાણા ગામે આવેલા ગોપાલ આશ્રમ ખાતે 7 માર્ચ થી 15 માર્ચ સુધી ભવ્ય રીતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અપાયો આખરી ઓપ
દેવરાજ
સિહોર નજીક આવેલ દેવગાણા ગામે આવેલા ગોપાલ આશ્રમ ખાતે ગુરુ શ્રી ચરણદાસ બાપુના આશીર્વાદથી પૂજ્ય પરસોત્તમદાસ બાપુની તિથિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તારીખ 7 માર્ચ થી 9 માર્ચ સુધી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે.
જેમાં પ્રથમ દિવસે હેમાદરી શ્રવણ ,દશવિધિ સ્નાન, પ્રાંતપૂજન પંચાયત પૂજન ,જલયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે.જ્યારે બીજા દિવસે 8 તારીખે વાસ્તુપૂજન, શિખર પૂજન સહિતના કાર્યક્રમો યોજાશે અને ત્રીજા દિવસે મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવશે તેમજ પરસોત્તમદાસ બાપુ ની 32 પુણ્યતિથિ ની ઉજવણી કરાશે.
આ ઉપરાંત 9 તારીખ બપોરે ત્રણ વાગ્યે ભવ્યાથી ભવ્ય રીતે નવા ઠાકર મંદિરેથી ભાગવતજીની પોથીયાત્રા યોજાશે અને કથાનો પ્રારંભ થશે.
પૂજ્ય સીતારામ બાપુના (શિવકુંજ આશ્રમ અધેવાડા) ના વ્યસસ્થાને યોજાશે. સાત દિવસ સુધી ચાલનારી આ કથામાં કપિલ જન્મ ,રામ જન્મ ,રુક્ષ્મણી વિવાહ, નૂરસિંહ પ્રાગટ્ય, કૃષ્ણ જન્મ, વામન જન્મ, ગિરિરાજ પૂજા વગેરે ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવશે.
કથા દરમિયાન તારીખ 9 , 11 અને 13 માર્ચના રોજ રાત્રે પરેશદાન ગઢવી, માયા દુધરેજીયા અપેક્ષા પંડ્યા, જીગ્નેશ કવિરાજ, અલ્પા પટેલ, રામણિક ધાંધલ્યા, બીપીન સઠીયા, રામદાસ બાપુ, હરી ગઢવી આદિત્યદાન ગઢવી ,જનકભાઈ વેગડ સહિતના નામી અનામી કલાકારોના લોક ડાયરા યોજાશે.
નવ દિવસ સુધી ચાલનારા આ ભક્તિભર્યા માહોલના ધાર્મિક કાર્યક્રમમાં પધારવા ગોપાલ આશ્રમ દેવગાણાના ગાદીપતિ મહંત શ્રી કૃષ્ણદાસ બાપુ દ્વારા સર્વે ધર્મ પ્રેમી જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.