Sihor
સિહોરના પરીક્ષા કેન્દ્રો ઉપર પોલીસ તંત્ર ઉમેદવારને જરૂરી તમામ સહાય પુરી પાડવા માટે તત્પર રહ્યું
પવાર
જુનિયર ક્લાર્ક પરીક્ષામાં પીઆઇ ભરવાડ અને ટીમની કાબીલેતારીફ કામગીરી, સ્ટુડિયોના કેમેરામેનને રૂબરૂ બોલાવી પોલીસે ફોટો પડાવી આપ્યો, વોટસએપ પર આઈડી પ્રૂફ મંગાવી આપ્યુ
સમગ્ર રાજ્યની સાથે સિહોરમાં પરીક્ષા કેન્દ્રો પર આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાઈ હતી. પરીક્ષા માટે તૈનાત પોલીસ કર્મીઓએ ફરજ બજાવવાની સાથે સાથે મુસિબતમાં મુકાયેલા પરીક્ષાર્થીઓને પણ મદદ કરી હતી. પરીક્ષા શરુ થાય તે પહેલા ઘણા કેન્દ્રો પર પોલીસે ઉમેદવારોને આવકાર્યા હતા આજે બાહોશ દૂરદર્શિય અને પીઢ અનુભવી અધિકારી હસમુખ પટેલ ના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ બે બે વાર લીક થયેલા જુનીયર ક્લાર્ક ની પરીક્ષા યોજાઈ હતી. સંપૂર્ણ રાજ્યમાં ચુસ્ત બંદોબસ્ત અને તંત્રના સતત નજર હેઠળ પરીક્ષા યોજવામાં આવી હતી. ત્યારે સિહોરના તમામ કેન્દ્રો ઉપર પણ પરીક્ષા યોજાઈ હતી. બહારગામ થી આવતા ઉમેદવારો ને કોઈપણ અગવડ પડે તો મદદ માટે પોલીસ, મામલતદાર કચેરી તેમજ નગરપાલિકા તંત્રના કર્મચારીઓ ખડેપગે રહ્યા હતા.
પરીક્ષા કેન્દ્ર ઉપર પણ કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ મથકના પી.આઈ ભરવાડ, પી.એસ.આઈ ગોસ્વામી સાથે મામલતદાર દરબાર સહિતના ચુસ્ત બંદોબસ્ત સાથે હાજર હતા. તો સાથે જ ઉમેદવાર સાથે આવેલ વાલીને તડકામાં યોગ્ય વિસામો સાથે પીવાનું પાણી ચા નાસ્તા ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. તો ઉમેદવાર ઉતાવળમાં પાસપોર્ટ ફોટો ફોર્મમાં લગાડવાનું ભૂલી ગયા હોય તો પોલીસ મિત્રોના સહકાર સાથે હરીશભાઈ પવાર દ્વારા વિનામૂલ્યે પાસપોર્ટ ફોટો અરજન્ટમાં મળી શકે તેવી વ્યવસ્થા ગોઠવામાં આવી હતી. આમ પોલીસની મદદના કારણે ઉમેદવારો માટે પરીક્ષા આપવુ શક્ય બન્યુ હતુ અને તેમની મહેનત લેખે લાગી હતી.