Sihor
14 જૂન બુધવારે સિહોર ખાતે ભાજપ દ્વારા યોજાનાર લોકસભા મહાસંમેલન સ્થગિત
પવાર
વાવાઝોડાની પરિસ્થિતિ સંદર્ભે લેવાયેલ નિર્ણય
મોદી સરકારના ૯ વર્ષના સુશાસન સંદર્ભે સિહોર ખાતે ભાજપ દ્વારા બુધવારે યોજાનાર લોકસભા મહાસંમેલન સ્થગિત રાખેલ છે. વાવાઝોડાની પરિસ્થિતિ સંદર્ભે નિર્ણય લેવાયેલ છે. ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ અધ્યક્ષ શ્રી રાઘવજી મકવાણાએ આપેલી વિગતો મુજબ ભાવનગર બોટાદ લોકસભા મહાસંમેલનનું આગામી બુધવારે સિહોર ખાતે થયેલ આયોજન હાલ પૂરતું સ્થગિત રખાયેલ છે.
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી ચંદ્રકાંત પાટીલની સૂચના અનુસાર તાજેતરની વાવાઝોડાની સર્જાયેલી પરિસ્થિતિના કારણે ભાજપ મહાસંમેલન જે બુધવાર તા.૧૪ના રાખવામાં આવેલ, જે હાલ પૂરતું સ્થગિત રાખવામાં આવેલ છે. ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ સંભવિત પ્રાકૃતિક આપદામાં કાર્યકર્તાઓ સતર્ક રહી રાહત કામગીરીમાં રહે તેમ અનુરોધ કરાયો હોવાનું જિલ્લા ભાજપ પ્રવક્તા શ્રી કિશોર ભટ્ટ તથા સહ પ્રવકતા શ્રી મૂકેશ પંડિતની યાદીમાં જણાવાયું છે.