Sihor

સિહોર નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યોની છેલ્લી સાધારણ સભા મળી ; સમયગાળો પૂર્ણતાના આરે….

Published

on

  • નગરપાલિકાની છેલ્લી સામાન્ય સભામાં વિપક્ષનો દેકારો ; પાણી પ્રશ્ને વિપક્ષની ધારદાર રજુઆત, સ્વ મુકેશભાઈ જાનીને શ્રદ્ધાંજલિ પાઠવાય

સિહોર નગરપાલિકાની પાંચ વર્ષની મુદત હવે પૂર્ણ થવાના આરે આવી છે. ત્યારે આજે સિહોર નગરપાલિકા ની છેલ્લી સાધારણ સભા મળી હતી. જેમાં સભાની શરૂઆતમાં નગરપાલિકાના સદસ્ય સ્વ.મુકેશભાઈ જાની સહિત નગરપાલિકા ના સદસ્યો ના નજીકના સ્વજનો ગુમાવ્યા છે તેમને શોક પાઠવીને શોક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સાધારણ સભા શરૂ કરવામાં આવી હતી. જેમાં સિહોર નગરપાલિકા ના ૪.૩૦ કરોડ ના વિકાસના કામોને બહાલી આપવા માટે ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો.

the-last-ordinary-meeting-of-elected-members-was-held-in-sihore-municipality-nearing-the-end-of-the-period

છેલ્લા ઘણા સમયથી સિહોર ના શહેરીજનો ને મહીં પરીએજ યોજનાની પાણી ની લાઈન નું પાણી અનિયમિત મળે છે જેને લઈને નગરપાલિકા ના સદસ્ય દિપાભાઈ રાઠોડ વિપક્ષના નેતા કિરણભાઈ ઘેલડા દ્વારા ધારદાર રજુઆત કરવામાં આવી હતી. અધ્યક્ષ સ્થાને નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમ દ્વારા જણાવામાં આવ્યું હતું કે નલ સે જળ યોજનાનું ટેન્ડર વહેલી તકે ખોલવામાં આવશે અને સિહોરની જનતા ને વહેલી તકે પાણી મળી રહે તેવા પૂરતા પ્રયત્નો કરવાના આવશે. જેમાં સિહોરના વિકાસના કામો માં નાણાપંચની ૨૫ લાખની ગ્રાન્ટ.આ ડિવાઇડર ઉપર લાઈટો, સાતશેરીના ડુંગર ઉપર લાઈટો નાખવી તેમજ મેઈન બજારના ગટરના પ્રશ્ન નું પણ નિરાકરણ કરવામાં આવશે. અંતમાં નગરપાલિકા પ્રમુખ દ્વારા નગરપાલિકા ના તમામ સભાસદો અંર કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો જેમાં છેલ્લા અઢી વર્ષના સમયગાળા માં સાથ અને સહકાર આપ્યો તે બદલ.

Trending

Exit mobile version