Tech
આટલા લાખ રૂપિયામાં થઇ પ્રથમ iPhoneની હરાજી, માત્ર 2 મેગાપિક્સલનો છે કેમેરા
iPhone માટેનો ક્રેઝ ક્યારેય શંકામાં નથી. ગયા વર્ષે ઓક્ટોબરમાં પ્રથમ iPhone 32 લાખ રૂપિયામાં હરાજી કરવામાં આવ્યો હતો. પહેલો iPhone 2007માં લૉન્ચ થયો હતો અને તેને Appleના ફાઉન્ડર સ્ટીવ જોબ્સે લૉન્ચ કર્યો હતો. હવે 14 વર્ષ બાદ પ્રથમ iPhone 52 લાખ રૂપિયામાં હરાજી કરવામાં આવ્યો છે. આવો જાણીએ પહેલા iPhoneની ખાસિયત અને તે વ્યક્તિ વિશે જેણે 52 લાખ રૂપિયામાં પહેલો iPhone ખરીદ્યો હતો.
LCG ઓક્શન અનુસાર, ફર્સ્ટ જનરેશનના iPhoneની હરાજી $63,356.40 એટલે કે લગભગ 52 લાખ રૂપિયામાં કરવામાં આવી છે. 2023ના વિન્ટર પ્રીમિયર ઓક્શનમાં પ્રથમ iPhoneની હરાજી કરવામાં આવી છે. આ હરાજી 2/2/2023 થી 2/19/2023 સુધી ચાલી હતી.
કારેન ગ્રીન 14 વર્ષ જૂના iPhoneની માલિક છે. કારેન ગ્રીન ન્યુ જર્સી, યુએસએ સ્થિત કોસ્મેટિક ટેટૂ આર્ટિસ્ટ છે. ભેટ તરીકે ફોન મળ્યો હતો. હરાજી દરમિયાન કહેવામાં આવ્યું હતું કે, ‘અમે સીલ કરાયેલો પહેલો iPhone સારી સ્થિતિમાં ઓફર કરી રહ્યા છીએ. અમારી ઓફર ફોનના મૂળ માલિક કારેન ગ્રીન દ્વારા મોકલવામાં આવી હતી.”
આ iPhone Verizon SIM સાથે આવ્યો હતો, પરંતુ હવે તે કરારની બહાર છે. સૌથી મોટી વાત એ છે કે આઇફોનનો અસલી માલિક કેરેન ગ્રીન હરાજી દરમિયાન હાજર નહોતો, જોકે કેરેને કહ્યું છે કે તે આ પૈસાનો ઉપયોગ તેના ટેટૂ સ્ટુડિયો માટે કરશે.
એપલના સહ-સ્થાપક સ્ટીવ જોબ્સે 9 જાન્યુઆરી, 2007ના રોજ પહેલો આઇફોન લૉન્ચ કર્યો હતો, જે ટચને સપોર્ટ કરતો હતો અને કૅમેરા પણ હતો. આઇફોન 2007માં વેબ-બ્રાઉઝિંગ પણ હતું. પ્રથમ iPhoneમાં 3.5-ઇંચની ડિસ્પ્લે અને 2-મેગાપિક્સલનો કેમેરા છે. આ iPhoneમાં ટચ આઈડી સાથે હોમ બટન પણ છે.