Sihor
સિહોરના સ્વ કપિલાબેન પંડ્યાએ કરેલી વસિંહત પ્રમાણે પરિવારે 6 લાખનું દાન કર્યું
પવાર
- પડ્યાં શેરીમાં રહેતા સ્વ કપિલાબેન પંડ્યાએ જીવિત હતા ત્યારે વસિંહત કરેલી કે મકાનની કિંમત આવે એ વળાવડી માતાજીએ દાન કરી દેશો – પરિવારે 6 લાખનું દાન કરી દીધું, આ દાનની રકમનું વળાવડી મંદિરે શિખર બનશે
સિહોરના સ્વ કપિલાબેન મહેતાએ કરેલી વસિંહત પ્રમાણે પરિવારે વળાવડી મંદીર ખાતે 6 લાખનું દાન કરીને ચેક અર્પણ કર્યા છે, સ્વ કપિલાબેન મહેતાએ જીવિત જતા ત્યારે કરેલી વસિંહત પ્રમાણે પરિવારે મકાન વેચાણની આવેલી રકમનું દાન કરી દઈને ચેકને અર્પણ કરાયો હતો.
સિહોરના પંડ્યા શેરીમાં રહેતા સ્વ કપિલાબેન પંડ્યાએ જીવિત હતા ત્યારે પરિવારને વસિંહત કરી હતી કે મારા મરણ પછી આ મકાનનું વેચાણ કરી જે રકમ વળાવડી માતાજી મંદિર ખાતે દાન કરી દેવાની વાત કહી હતી સ્વ કપિલાબેનના મરણ પછી પરિવારે મકાન વેચવાનો નિર્ણય કરી જે રકમ વળાવડી મંદિર ખાતે દાન આપી સ્વ કપિલાબેનની વસિંહતને પાળી બતાવવા નિર્ણય કર્યો હતો મકાનનું વેચાણ થયા બાદ આજે પરિવારના સભ્યોએ વળાવડી માતાજી મંદિર ખાતે વહીવટ કર્તાઓને 6 લાખનો ચેક અર્પણ કર્યા હતો
જેના ભાગરૂપે આજે પંડ્યા પરિવારની હાજરીમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવી આ રકમનો ચેક વહીવટઓને આપી દઈ સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું, અહીં પરિવારે પ્રસાદ લીધો હતો, દાનમાં મળેલી રકમનું મંદિર ખાતે શિખર બનાવવામાં આવશે અહીં કિશનભાઈ મહેતા, દિવ્યાબેન મહેતા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા