Sihor
સિહોર નવાગામ કનિવાવ ખાતે આવેલ પ્રાથમિક શાળાનો પ્રવેશોત્સવ ઉજવાયો
પવાર
- TDO મેડમ તેમજ પૂર્વ પાલિકા પ્રમુખ વી.ડી નકુમની ઉપસ્થિતિમાં બાળકોને પ્રવેશ અપાયો
સિહોર નગરપાલિકા વોર્ડ નં.૧ ખાતે નવાગામ કનીવાવ ખાતે આવેલશ્રી બી.એલ શાહ પ્રાથમિક શાળા ખાતે સિહોરના તાલુકા વિકાસ અધિકારી શ્રી નાઝનીનબેન દેસાઈ લાયઝન અધી. ગજેન્દ્રસિંહ ચાવડા, પાલિકાના પૂર્વ પ્રમુખ વી.ડી નકુમની ઉપસ્થિતિમાં તા.૧૨/૬/૨૩ માં રોજ મુખ્યમંત્રી ના નેતૃત્વ અંતર્ગત યોજાયેલ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત અધિકારી, પદાધિકારીઓ, દાતાશ્રીઓ, સમાજ શ્રેષ્ઠીઓ, વડીલો, માતાઓ, વાલીઓ, સહિતની ઉપસ્થતિ માં યોજાયેલ તેમજ બાળકોના પ્રવેશ દરમિયાન ઢોલ નગારાંના તાલ સાથે સ્વાગત કરેલ અને દાતાશ્રીઓના દાનથી સ્કુલબેગ, મીઠાઈ વિતરણ, તેમજ અધિકારી અને પદાધિકારીઓને ફૂડ કીટ થી સન્માનિત કરેલ તેમજ આ ફૂડ કીટ આંગણવાડી બહેનો ને અર્પણ કરેલ.
આ સાથે ખાસ આ સાથે બાળકો ના આરોગ્ય ની ચિંતા કરવા માં આવેલ .જેમાં સિહોર આરોગ્ય વિભાગ ના અધિકારી ડૉ.રિદ્ધીબેન જોષી,(M.O),જ્યવતસિંહ રાઠોડ, વનીતાબેન ચૌહાણ, જ્યોતિબેન ચૌહાણ,અને તૃપ્તિબેન પરમાર સહિત આરોગ્ય વિભાગ સ્ટાફ દ્વારા બાળકોની આરોગ્ય તપાસ પણ કરવામાં આવી હતી .આ કાર્યક્રમ ને સફળ બનાવવા બી.એલ.શાહ પ્રાથમિક શાળા આચાર્ય શ્રી શિક્ષક ગણ,વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા