Sihor
રાજ્યની ૭૫ નગરપાલિકાની ચૂંટાયેલી પાંખની અવધિ પૂર્ણ ચૂંટાયેલા સભ્યો હોદેદારો બનશે એકડા વિનાના મીંડા સમાન
દેવરાજ
- હવે સિહોર નગરપાલિકામાં વહીવટદારનું શાસન
સિહોરની નગરપાલિકાની ચૂંટાયેલી પાંખની અવધિ પૂર્ણ થઈ હોય હવે ચીફઓફિસરનું રાજ ચાલશે સિહોર સહિત રાજ્યની ૭૫ નગરપાલિકાઓની અવધિ પૂર્ણ થઈ ચુકી છે. સિહોરની નગરપાલિકામાં ચૂંટાયેલી ભાજપની પાંખની અવધિ પૂર્ણ થતાજ નગરપાલિકાની ગત ચુંટણીમાં ચૂંટાયા બાદ પ્રમુખ, ઉપ – પ્રમુખ, કારોબારી, બાંધકામ, આરોગ્ય તેમજ વોટરવર્ક્સ સહિતની તમામ સમિતિઓના ચેરમેનો હવે હોદ્દા વિહોણા થતા એકડા વિનાના મીંડા સમાન બની જશે,
sસિહોર સહિત રાજ્યની ૭૫ નગરપાલિકાઓની અવધિ પૂર્ણ થઈ ચુકી હોય તમામ નગરપાલિકાઓમાં હવે વહીવટી શાસનનો આવશે અને સિહોર નગર પાલિકાના અધિકારી મારકણા સહિત તમામ નગરપાલિકાઓના ચીફઓફિસરો હવે સ્વતંત્ર રીતે નગરપાલિકાનો વહીવટ કરી લોકોની સુખાકારી તેમજ વિવિધ વિકાસકાર્યો કરશે