Bhavnagar
જુનીયર કલાર્કની પરીક્ષાનુ પેપર ફુટતા ભાજપ સરકારના પુતળાનુ દહન કરાયુ
બરફવાળા
- નારી ચોકડી નજીક ભાવનગર યુવક કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો, પુતળા દહન કરી સુત્રોચ્ચાર કરાયા, પોલીસ સ્થળ પર દોડી આવી, કોંગ્રેસ કાર્યકરોને પકડયા
ગુજરાત સરકાર દ્વારા વર્ગ-૩ની જુનિયર કલાર્કની પરીક્ષા રવિવારે રાખવામાં આવી હતી પરંતુ પરીક્ષા પહેલા જ પેપર ફુટી જતા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી, જેના પગલે ઉમેદવારોમાં રોષ ભભુકી ઉઠયો હતો. પેપર ફુટતા ભાવનગર યુવક કોંગ્રેેસે ભાજપ સરકારના પુતળાનુ દહન કરી સુત્રોચ્ચાર કર્યા હતાં. ભાવનગર સહિત રાજ્યભરમાં ગઈકાલે રવિવારે જુનિયર કલાર્કની પરીક્ષા હતી તેથી મોટાભાગના ઉમેદવારો પરીક્ષા સ્થળ પર પહોંચી ગયા હતા પરંતુ પેપર ફુટી જતા સરકારે અચાનક પરીક્ષા મોકુફ રાખી હતી તેથી ઉમેદવારોમાં કચવાટ ફેલાયો હતો.
આ મામલે ઉમેદવારોના અવાજ ભાવનગર યુવક કોંગ્રેસ ઉઠાવ્યો હતો અને નારી ચોકડી ખાતે ભાજપ સરકારના પુતળાનુ દહન કરવામાં આવ્યુ હતું. કોંગ્રેસ કાર્યકરોએ ભાજપની વિરોધમાં સુત્રોચ્ચાર કર્યા હતાં. કોંગ્રેસ કાર્યકરોએ પુતળા દહન કરતા પોલીસ દોડી આવી હતી અને કોંગ્રેસ કાર્યકરોને પકડી વરતેજ પોલીસ મથક લઈ જવામાં આવ્યા હતાં.