Gujarat

જામનગરમાં એક મહિના પહલા થયેલા ખૂનનો ઉકેલાયો ભેદ, આ કારણથી થઇ હતી ક્રૂર હત્યા

Published

on

જામનગર નજીક પસાયા બેરાજા ગામના વાડી વિસ્તારમાંથી 7 ડિસેમ્બરે એક તરૂણનો ગુપ્તભાગ કાપીને ક્રુર હત્યા નિપજાવેલો મૃતદેહ મળી આવતા અરેરાટી ફેલાઈ ગઇ હતી. હત્યાના બનાવમાં LCBની ટીમે પસાયા બેરાજામાં રહેતા અને મજુરી કામ કરતા શખ્સની પુછપરછ કરતા શખ્સના પુત્રને મૃતકની બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થતા તરુણની હત્યા નિપજાવ્યાની કેફિયત આપી હતી.

જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામના વાડી વિસ્તારમાં 7 ડીસેમ્બરના રોજ એક તરુણનો મૃતદેહ હોવાની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એલસીબીની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળેથી આશરે 12 વર્ષના પરપ્રાંતિય તરૂણનો ગુપ્તાંગ કાપેલો મૃતદેહ કબ્જે કર્યો હતો.

The difference of the murder that happened a month ago in Jamnagar was resolved, due to this reason the brutal murder took place

હેમંત નામના શખ્સે પંકજને રહેંસી નાખ્યો
પોલીસ પણ તરૂણની હત્યા જોઇને ચોંકી ઉઠી હતી. હત્યાના બનાવમાં જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચનાથી ડીવાયએસપી ડી.પી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ LCB પીઆઈ જે.વી.ચૌધરી તથા ટીમે તપાસ હાથ ધરી શકમંદ જણાતા મધ્યપ્રદેશના વતની અને પસાયા બેરાજામાં ખેતમજુરી કરતા હેમંત અપ્પુભાઈ વાખલા નામના શખ્સની આગવી ઢબે પુછપરછ કરતા હેમંત ભાંગી પડ્યો હતો અને તેના પુત્ર દિવ્યેશ વાખલાને કાળુંભાઈ ડામોરની પુત્રી સાથે પ્રેમસંબંધ હોવાની જાણ યુવતીના ભાઈ પંકજ ડામોર (ઉ.વ.12) ને થઇ જતા હેમંતે પંકજને આ પ્રેમ સંબંધની જાણ કોઈને ન કરવા સમજાવ્યો છતાં સમજતો ન હતો. જેથી હેમંતે પંકજ ઉપર ધરિયા વડે માથામાં તથા ગુપ્તભાગે જીવલેણ હુમલો કરી હત્યા નીપજાવી લાશને વાડી વિસ્તારમાં ફેકી દીધી હોવાની કેફિયત પોલીસ સમક્ષ આપી હતી.

LCB તથા પોલીસ સ્ટાફે હેમંતની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરતા હેમંત વિરુદ્ધ અગાઉ 2012માં ધ્રોલ તાલુકાના માવાપર ગામમાં તેના સાગરીતો સાથે લુટ ચલાવવા જતા મકાન માલિકની હત્યા નીપજાવી હતી. તેમજ સાત વર્ષ પહેલા દાહોદના દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં લુટ અને હત્યાના ગુનામાં સાત વર્ષથી નાસતોફરતો હોવાની કેફિયત આપી હતી.

Advertisement

Trending

Exit mobile version