Sihor

સિહોર સોનગઢમાં બાહુબલીની દેશની બીજા નંબરની વિશાળ પ્રતિમા નિર્માણનું કાર્ય હાલ પુરજોશમાં શરૂ

Published

on

કુવાડિયા

  • પ્રતિમા ૪૧ ફૂટ ઉચી અને તેની પહોળાઈ ૧૪ ફૂટની રહેશે મૂર્તિ ૭ ફૂટ ઉંડી અને તેના સ્થાપત્યમાં કુલ ૪૦૦ ટન ગ્રેનાઈટનો ઉપયોગ કરવામાં આવશે, નિર્માણ કાર્યનો ધમધમાટ

દિગંબર જૈનો માટે શેત્રુંજયની જેમ જ સોનગઢએ તીર્થોત્તમ માનવામાં આવે છે.પૂ.કાનજી સ્વામી અને બહેન શ્રી ચંપાબહેનની સાધનાભૂમિના આ સ્થળે ભારત દેશના બીજા નંબરની વિશાળ બાહુબલીની મૂર્તિ અને જંબુદ્દીપના નિર્માણનું કાર્ય હાલ પુરજોશમાં શરૂ છે.

The construction of the country's second largest statue of Baahubali in Sihore Songadh has started in full swing.

શ્રી કુન્દ કુન્દ કાન દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામી રહેલા આ તીર્થ માટે બાહુબલીની પ્રતિમા માટેનો પથ્થર બેંગલુરુના દેવાના હુડલી પાસેના કોઇરામાંથી લાવવામાં આવ્યા છે . હાઇ બેંગલુરુના હાસન જિલ્લાના શ્રવણ બેલા ગોલામાં બાહુબલીની સૌથી વિશાળ પ્રતિમા છે રાજ્યના દિગંબર જૈનો માટે શ્રેષ્ઠ તિર્થધામ એવુ સોનગઢ છે જ્યા આગામી દિવસોમાં માત્ર ગુજરાત જ નહી પરંતુ દેશના ટોચની ગણાય તેવી બાહુબલીની મૂર્તિના સ્થાપત્યનું કામકાજ પૂર જોશમાં ચાલી રહ્યું છે.

The construction of the country's second largest statue of Baahubali in Sihore Songadh has started in full swing.

આ મૂર્તિ વિશાળતા અને ભવ્યતા સાથે કલાત્મકતાનો ત્રિવેણીસંગમ સમાન બની રહેશે બાહુબલીની આ મૂર્તિ દેશ વિદેશના દિગંબર જૈન શ્રદ્ધાળુઓ ઉપરાંત અન્ય શ્રદ્ધાળુઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે બાહુબલીની આ વિશાળકાય પ્રતિમા ૪૧ ફૂટ ઉચી હશે અને તેની પહોળાઇ ૧૪ ફૂટની રહેશે દિગંબર જૈનોના તિર્થ સમાન સોનગઢમાં દેશના બીજા નંબરની વિશાળ આ મૂર્તિનું કાર્ય હાથ થઈ રહ્યું છે આ મૂર્તિ ફૂટ ઉંડી અને તેના સ્થાપત્યમાં કુલ ૪૦૦ ટન ગ્રેનાઇટનો ઉપયોગ કરવામાં આવશે . સમગ્ર ડુંગર ૪૧ ફૂટનો રહેશે જેનું નિર્માણ કાર્ય પુરજોશમાં શરૂ છે

Trending

Exit mobile version