Palitana

પાલીતાણા ખાતે સંત શિરોમણી ગુરુ રવિદાસ ની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી

Published

on

વિશાલ સાગઠિયા

આજે સંત શિરોમણી ગુરુ રવિદાસની જન્મ જયંતી છે જેને લઇને ભારતભરમાં ભવ્ય કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે પાલીતાણા શેત્રુંજી ડેમ ખાતે રવિદાસવંશી દ્વારા પણ સંત શિરોમણી ગુરુ રવિદાસ ની જન્મ જયંતી ની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી બહુજનનાયકોને યાદ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી શેત્રુંજી ડેમ ખાતે સંત શિરોમણી ગુરુ રવિદાસની 646મી જન્મ જયંતી નિમિત્તે જ્ઞાતિના આગેવાનો સહિત બહોળી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

The birth anniversary of Sant Shiromani Guru Ravidas was celebrated grandly at Palitana

જેમાં સિહોરથી પ્રવીણભાઈ સોલંકી અને હરેશભાઈ મકવાણા દીપકભાઈ જયપાલ દ્વારા કાર્યક્રમ અનુરૂપ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં મહુવા, તળાજા, ગારીયાધાર ,પાલીતાણા, સિહોર ભાવનગર સહિત જિલ્લાના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ધામધૂમપૂર્વક સંત શિરોમણી ગુરુ રવિદાસની જન્મ જયંતીની સોરઠીયા સમાજની વાડી પાલીતાણા ખાતે ઉજવણી કરવામાં આવી હતી અને સમાજ જ્ઞાતિમાં શિક્ષણ, રોજગારી સહિત મુદ્દે સમાજ આગળ વધે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

Exit mobile version