Sihor

સિહોરનાં વરલ ગામના ખૂન કેસમાં આરોપીને આજીવન કેદની સજા

Published

on

પવાર

મુખ્ય આરોપીને સજા અન્યનો નિર્દોષ છુટકારો

સિહોર તાલુકાના વરલ ગામે પઆડા સબંધના કારણે 40 વર્ષીય આધેડની થયેલ હત્યા કેસમાં સંડોવાયેલ મુખ્ય આરોપીને ભાવનગરના પ્રિન્સી.ડીસ્ટ્રી.એન્ડ સેશન્સ જજ આરોપી સામે હત્યાનો કેસ સાબિત માની આજીવન કેદની સજા ફટકારેલ હતી અન્ય આરોપીઓ વિરુધ્ધ શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ. બનાવ તા.21/10/17ના રોજ રાત્રે 8:30 વાગે વરલ ગામે તા.સિહોર, ખાતે બનેલ આ કામમાં ભરતભાઈ ઘેલાભાઈ મકવાણા, ઉ.વ.40, રહે.વરલ, તા.સિહોરને આતુભાઈ ખુસાભાઈ, હીમતભાઈ આતુભાઈ, ધીરુભાઈ આતુભાઈ, ગોપાલભાઈ હીમતભાઈ, વિમળાબેન હીમતભાઈ અને મીનાબેન ધીરુભાઈએ લોખંડ નો પાઈપ લાકડીઓ વડે માર મારતા ભરતભાઈ ઘેલાભાઈ મકવાણાને માથાભાઈ ઈજા થતા.

The accused was sentenced to life imprisonment in the murder case of Varal village of Sihore

સિહોર સરકારી દવાખાને સારવાર માટે લઈ જવામાં આવેલ ત્યા ફરજ પરના ડોકટરએ તપાસતા તેઓ નું મરણ ગયેલનું જાહેર કરતા બનાવ હત્યામાં પરીણામેલ ભરતભાઈ ને કન્શનબેન સાથે પ્રેમ સબંધ હતો તેના કારણે આ બનાવ બનેલો આ ભરતભાઈ પર હુમલો થતા તેમના ભાઈ મુન્નાભાઈ અને અન્ય સગાવાલા તેમને બચાવવા આવતા આ બનાવની સામસામી ફરીયદો સિહોર પો.સ્ટે.માં નોંધાવામાં આવેલ ભરતભાઈ ઘેલાભાઈ મકવાણાની હત્યા સબંધે ની ફરિયાદ ઈ.પી.કો.કલમ-143, 147,148, 149, 302, 323, 504, 506(2) તથા જી.પી.એકટની કલમ-135 મુજબ કુલ છ આરોપીઓ સામે નોંધાયેલ. જે સબંધેનો કેસ ડીસ્ટ્ર.એન્ડ સેશન્સ જજ એલ.એસ.પીરજાદા ની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ ધ્રુવ એ.મહેતાની દલીલો 18 સાક્ષીઓ અને 143 પુરાવાઓ વગેરે ધ્યાને રાખી મુખ્ય આરોપી હીમતભાઈ આતુભાઈ દાનાવાડીયા ને કસુરવાર ઠરેવી આઈ.પી.સી.કલમ-302 આજીવન કારાવાસની અને આઈ.પી.સી.કલમ -323 હેઠળ છ માસની બંન્ને સજા સાથે ભોગવવાનું સજા ફરમાવેલ. બાકીના આરોપીઓ ને શંકાનો લાભ આપી નિદોર્ષ છોડી મુકવાનો હુકમ કરેલ છે.

Advertisement

Trending

Exit mobile version