Gariadhar

ગારીયાધાર બેઠક પર ર૭ વર્ષથી એકહથ્‍થા ભાજપના ગઢમાં આદમી પાર્ટીએ ગાબડું પાડયું

Published

on

દેવરાજ

ભાજપના કેશુભાઇ નાકરાણીનો પરાજય ૪૬૯૦ મતે આપના સુધીર વાઘાણીની જીત

ગારીયાધાર-જેસર ૧૦૧ વિધાનસભા બેઠક પર છેલ્લા ૨૭ વર્ષથી ભાજપનું એક હતું શાસન રહ્યું છે જેમાં કેશુભાઈ નાકરાણી છ ટર્મથી ચૂંટાતા રહ્યા છે જે બેઠકને ભાજપનો ગઢ ગણવામાં આવે છે તે બેઠક પર આમ આદમી પાર્ટીના સુધીરભાઈ વાઘાણીએ પીઢ નેતાને પરાજિત કરી પોતાનો ડંકો વગાડ્‍યો છે. ભાજપની હારનું કારણ ગારીયાધાર બેઠક પર કેટલાક આગેવાનો ભાજપ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા,તેમજ છેલ્લા કેટલાક સમયથી સ્‍થાનિક પાલિકા તંત્રની કામગીરી થી લોકો માં ભારે કચવાટ હતો,ગ્રામ્‍ય વિસ્‍તારમાં સંગઠનની કામગીરીમાં સંકલનનો અભાવ. આપની જીતના કારણો એ છે કે આપના ઉમેદવારની સેવાની પ્રવળત્તિ,નાણા થી છુટો દોર તેમજ ભાજપ અને કોંગ્રેસના નારાજ આગેવાનોના માર્ગદર્શન પ્રમાણે ટીમ વર્ક થી થયેલી કામગીરી જીતમાં પરિણમી અને કેશુભાઈ નાકરાણીનો પરાજય થયો

Exit mobile version