Sihor

રાષ્ટ્ર ભકિતના રંગે રંગાઇને સિહોર જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલ ખાતે 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી.

Published

on

દેવરાજ

સમગ્ર દેશમાં ભક્તિના માહોલ અને ઉત્સાહ સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં વિવિધ જગ્યાએ દેશ ભક્તિના માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર સિહોર શહેરમાં તિરંગામય બન્યું હતું.વિવિધ ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ, શહેરની સરકારી કચેરીઓમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો ત્યારે સિહોરની નામાંકિત સંસ્થા જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલ ખાતે 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં ઉસરડ ગામ નિવાસી એક્સ આર્મી શ્રીજીતેન્દ્રસિંહ પરમાર દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ.

The 77th Independence Day was celebrated at Sihore Gnanmanjari Modern School by dressing in the colors of Rashtra Bhakit.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા પરેડ , લેઝીમ ડાન્સ , ડમ્બેલ્સ પર્ફોમન્સ , દેશભક્તિ ગીત ડાન્સ, જેવી વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવામાં આવેલ. કાર્યક્રમને અનુરૂપ એક્સ આર્મી શ્રી જીતેન્દ્રસિંહ પરમાર , શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ઉદ્બોધન કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં ટ્રસ્ટીશ્રી વી.ડી.નકુમ આચાર્યગણ , શિક્ષકગણ તથા શાળાનાં તમામ કર્મચારીએ સહકાર આપ્યો હતો

Exit mobile version